ખાનગી પ્રેક્ટિસ કરતા વડોદના આયુષ તબીબ સામે કડક પગલાં લેવાયા
ખાનગી પ્રેક્ટિસ કરતા વડોદના આયુષ તબીબ સામે કડક પગલાં લેવાયા
વૈધ પરાગ ત્રિવેદીની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના
વૈધ પરાગ ત્રિવેદી ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું પુરવાર થતા લેવાયો નિર્ણય
આણંદ, મંગળવાર
ખાનગી પ્રેક્ટિસ કરતા આણંદ તાલુકાના વડોદના આયુષ તબીબ સામે આણંદ જિલ્લા વિકાસ અધિકારીએ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે
શ્રી પરાગ કનુભાઈ ત્રિવેદી આયુષ મેડિકલ ઓફિસર તરીકે વડોદ ખાતે ફરજ બજાવતા હતા. આ ફરજ દરમિયાન તેઓ ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાએ તપાસ કરાવતા વૈધ પરાગ ત્રિવેદી ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું પુરવાર થયેલ હોઈ શ્રી પરાગ કનુભાઈ ત્રિવેદીની આયુષ મેડિકલ ઓફિસરની ૧૧ માસની કરાર આધારિત સેવાઓ તા.૦૯-૦૧-૨૦૨૪ ની તાત્કાલિક અસરથી સમાપ્ત કરવા અંગેનો નિર્ણય જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના દ્વારા લેવામાં આવ્યો છે.
***