WhatsApp Image 2023-01-20 at 8

સારસાપુરી ધામ ખાતે શ્રીમદ્ કરુણાસાગર મહારાજના ૨૫૧મા પ્રાગટ્ય વર્ષની ભવ્ય ઉજવણી થશે

સારસાપુરી ધામ ખાતે

શ્રીમદ્ કરુણાસાગર મહારાજના ૨૫૧મા પ્રાગટ્ય વર્ષની ભવ્ય ઉજવણી થશે

સારસાપુરીમાં ૨૨થી ૨૫ જાન્યુઆરી સુધી આયોજિત સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવમાં વિશાળ ધર્મ સંમેલન સહિત પ્રેરક કાર્યક્રમોનું આયોજન કરાશે

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજકારણીઓ,અગ્રણીઓ,વિવિધ ક્ષેત્રનાં પ્રસિદ્ધ મહાનુભાવો અને દેશ-વિદેશના ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપશે.
 


આણંદ
દિવ્ય પરમગુરુ શ્રીમદ્ કરુણાસાગર મહારાજશ્રીના પ્રાગટ્યનાં ૨૫૧ વર્ષના ઉપલક્ષ્યમાં સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવનું તથા આચાર્ય અવિચલદાસજી મહારાજના સપ્તમ કુવેરાચાર્ય ગાદી પર એકાવન વર્ષ પૂર્ણ થયાના અવસર પર સુવર્ણજયંતી મહોત્સવનું  ભવ્ય આયોજન ગુજરાતના આણંદ જિલ્લામાં સારસા (સારસાપુરીધામ ) ખાતે તા. ૨૨થી ૨૫ તારીખ દરમિયાન કરાશે, જેમાં ભારતના પ્રસિદ્ધ સંતો તથા ગુજરાતના ટોચના રાજકારણીઓ સહિત વિવિધ ક્ષેત્રનાં પ્રસિદ્ધ મહાનુભાવો અને દેશ-વિદેશના ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપશે.
આચાર્ય અવિચલદાસજી મહારાજશ્રીની ૫૧ વર્ષની યાત્રા દરમિયાન તેમણે અનેક સેવાકીય પ્રકલ્પોનું નિર્માણ કરી માનવકલ્યાણની અનેક પ્રવૃત્તિઓને પોષણ આપ્યું છે. સારસા તાલુકાના આણંદ જિલ્લામાં સારસાપુરી ધામનું નામ દેશભરમાં તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયું છે અને તેમના નેતૃત્વમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષપદ હેઠળ ભારતના સંતોએ અનેક મુદ્દાઓ પર જનજાગૃતિ અભિયાન ચલાવ્યું છે.

દેશ-વિદેશનાં ૫૦૦ બાળકો દ્વારા દિવ્ય નૃત્ય-નાટિકા

તા. ૨૨ જાન્યુઆરી, રવિવારે દિવ્ય પરમગુરુ  શ્રીમદ્ કરુણાસાગર મહારાજની સૃષ્ટિમાં કૈવલજ્ઞાન પ્રચાર દિવ્ય-યાત્રા આધારિત બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગારંગ નૃત્ય તથા નાટકોનો અદ્ભુત કાર્યક્રમ, જેમાં દેશ-વિદેશમાંથી નેમી પરિવારનાં ૫૦૦થી પણ વધારે બાળકો ભાગ લેશે. બધા દૈવીધામ તથા સપ્તદ્વીપમાં પરમગુરુની અલૌકિક વિચરણયાત્રાનું અદ્ભુત દર્શન એક સૌભાગ્યપૂર્ણ પ્રસંગ થશે.


દિવ્ય પરમગુરુનો ૨૫૧મો પ્રાગટ્ય મહોત્સવ

દિવ્ય પરમગુરુના ૨૫૧મા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે ૨૩મીએ, સોમવારે કૈવલજ્ઞાન પીઠ ગુરુગાદી સારસાપુરીમાં ભવ્ય અભૂતપૂર્વ નગરયાત્રા તથા પરમગુરુ પ્રાગટ્યભૂમિ બાલકુવેરમાં મધ્યાહ્ન પ્રાગટ્ય આરતી તથા ૨૫૧ દીવાઓની સાથે સાયંકાલ ઉપાસના તથા આતિશબાજી

વિશાળ ધર્મસંમેલન યોજાશે

૨૪મીએ, મંગળવારે સવારે ૯:૦૦થી ૧૨:૦૦ બપોરે ૩:૦૦થી પ:૦૦ વિશાળ ધર્મસંમેલન, જેમાં ભારતવર્ષમાંથી વિવિધ સંપ્રદાયના વંદનીય જગતગુરુ, વંદનીય સંપ્રદાયાચાર્ય, અખાડોના વંદનીય આચાર્ય મહામંડલેશ્ર્વર, પૂ. મંડલેશ્ર્વર, પૂ. શ્રી મહંત, પૂ. સંતજન, કથાકાર તથા કીર્તનકાર પધારશે. આપ સૌ પુણ્યશ્ર્લોક, લોકપાવન દિવ્ય વિભૂતિઓનાં દર્શન તથા આધ્યાત્મિક માર્ગદર્શન આપી બધા જિજ્ઞાસુ-મુમુક્ષુજનોનો કલ્યાણનો માર્ગ મોકળો કરશે. 
આ પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા તથા ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત અગ્રણી રાજકારણીઓ તથા સામાજિક સંગઠનના મહાનુભાવો પધારશે.

૧૨૫ યુગલોનો સમૂહલગ્નોત્સવનું આયોજન

૨૫મીએ, બુધવારે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ૧૨૫ યુગલોનો સત કૈવલ સમૂહલગ્નોત્સવનું આયોજન, જેમાં પરમગુરુ શ્રીમદ્ કરુણાસાગર મહારાજ સાર્ધદ્વિતાબ્દી મહોત્સવના પ્રસંગ પર ૨૫૦ જરૂરતમંદ પરિવારની દીકરીઓનાં લગ્નનો પૂ. ગુરુજીનો સંકલ્પ છે. જે ૧૨૫-૧૨૫નો બે તબક્કામાં થશે. પહેલા તબક્કામાં ૧૨૫ યુગલોનાં સમૂહલગ્ન ૨૫-૧-૨૦૨૩, બુધવાર સવારે ૯:૦૦થી ૧૨:૦૦માં થશે. 
* * * * *