આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રજાલક્ષી કામોને વિશેષ પ્રાધાન્ય
આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રજાલક્ષી કામોને વિશેષ પ્રાધાન્ય
આણંદ મનપામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં સફાઈ,સ્ટ્રીટ લાઈટ,ગટર સફાઈ કામગીરી
ગામડી,મોગરી, જીટોડિયા અને લાંભવેલના વિવિધ વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી
મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે વિવિધ વિસ્તારોમાં ફોગિંગ,જંતુનાશક દવાનો છંટકાવ
આણંદ
આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર દબાણો,સફાઈ,સ્ટ્રીટ લાઈટ,ગટર સફાઈ જેવી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
મનપામાં સમાવિષ્ટ આણંદ,વલ્લભ વિદ્યાનગર, કરમસદ,ગામડી,મોગરી, જીટોડીયા અને લાંભવેલ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
મનપા તંત્રના સેનેટરી વિભાગ દ્વારા આણંદ શહેર ઉપરાંત વલ્લભ વિદ્યાનગર, કરમસદ,ગામડી,મોગરી, જીટોડીયા અને લાંભવેલના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે.જેને નાગરિકોનો વ્યાપક આવકાર મળી રહ્યો છે.
મનપા તંત્ર દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃતિ આવે તે માટે મનપામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં શેરી નાટકો દ્વારા પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
આણંદ મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં ગટર સફાઈ,પીવાના પાણીની પાઈપલાઈન અને સ્ટ્રીટ લાઈટ મરામત કામગીરી પણ કરવામાં આવી રહી છે.
આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે વિવિધ વિસ્તારોમાં ફોગિંગ,જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.