આંકલાવના કંથારીયા ગામ કર્મનિષ્ઠ કર્મયોગી શ્રી અલ્પેશ પટેલનું વિશેષ સન્માન
આંકલાવના કંથારીયા ગામના કર્મનિષ્ઠ કર્મયોગી શ્રી અલ્પેશ પટેલનું વિશેષ સન્માન
સામાજિક કાર્યોની સરવાણી,સમાજની અખંડીતતા અને એકતામાં આપ્યું છે મહત્વનુ યોગદાન
કારકીર્દી લક્ષી કાર્યો માટે વિદેશગમન કરનાર હોઇ સમસ્ત કંથારીયા ગામ વતી તેઓનું સન્માનપત્ર તથા સાકર નાળીયેર અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું
આણંદ ટુડે
૧૭ ગામ પાટીદાર સમાજ તથા કંથારીયા ગામ પાટીદાર સમાજમાં પોતાની આગવી પ્રતિભા અને છાપ ધરાવતા અને પ્રબળ નેતૃત્વ સહિત કરેલ સામાજિક કાર્યોની સરવાણી,સમાજની અખંડીતતા અને એકતામાં પાયાનુ અને મહત્વનુ યોગદાન પ્રદાન કરવા બદલ ગામના બાહોશ, નિડર અને આગવુ વ્યક્તિત્વ ધરાવતા કર્મનિષ્ઠ કર્મયોગી શ્રી અલ્પેશભાઇ નરેશભાઇ પટેલનું સમગ્ર કંથારીયા ગામ પાટીદાર સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ.
આંકલાવ તાલુકાના કંથારીયા ગામના પાટીદાર સમાજના આ યુવા આગેવાન આગામી સમયમાં કારકીર્દી લક્ષી કાર્યો માટે વિદેશગમન કરતા હોવાને કારણે સમસ્ત કંથારીયા ગામ વતી તેઓનું સન્માનપત્ર તથા સાકર નાળીયેર અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે સમસ્ત ગામ વતી વડીલો અને યુવાનોની ટીમે શ્રી અલ્પેશભાઈ પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી અલ્પેશભાઇ દ્વારા પાટીદાર જ્ઞાતિના ઉત્થાન અને સન્માન માટે કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમ સહીત તેઓનું સતત માર્ગદર્શન પ્રશંશાને પાત્ર છે અને કંથારીયા ગામ સમસ્ત પાટીદાર સમાજ તેઓ પ્રત્યે સદાય આભારી અને ઋુણી રહેશે. પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં તેઓએ જણાવ્યું હતુ કે સૌ યુવાનો અને સૌ જ્ઞાતિજનોના વિશ્વાસ અને સહકાર દ્વારા સમાજમાં તેઓને વિશેષ ઓળખ મળી, સમગ્ર ગામ દ્વારા તેઓ પર મુકાયેલ વિશ્વાસ અને મળેલ સંપૂર્ણ સાથ સહકાર બદલ તેઓએ સમગ્ર ગામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં કંથારીયા ગામના તમામ અગ્રણીઓ સભ્યો સહીત યુવા ટીમના સૌ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.