આંકલાવ તાલુકામાં બિસ્માર રસ્તાઓની કાયાપલટ કરાશે,રૂ. ૫ કરોડ ૮૬ લાખના ખર્ચે પાકા ડામર રોડ બનશે
આંકલાવ તાલુકામાં બિસ્માર રસ્તાઓની કાયાપલટ કરાશે,રૂ. ૫ કરોડ ૮૬ લાખના ખર્ચે પાકા ડામર રોડ બનશે.
આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના હસ્તે વિવિધ રસ્તાનું ખાતમુહુર્ત કરાયું
આણંદ ટુડે | આંકલાવ
આણંદ જીલ્લાના આંકલાવ તાલુકામાં બિસ્માર રસ્તાઓની કાયાપલટ કરાશે,રૂ. ૫ કરોડ ૮૬ લાખના ખર્ચે પાકા ડામર બનશે. તાલુકામાં વિવિધ રસ્તાઓની ખાતમુહૂર્ત વિધિ આજરોજ આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવી હતી .
આંકલાવ તાલુકામાં ગંભીરા ગામે છગનપુરા બેટડી વિસ્તાર રોડ રૂ ૨ કરોડ ૩૧ લાખ, તથા બામણગામ ભાઠા વિસ્તાર ખૂટતી કડી રોડ રૂ ૧ કરોડ ૯૦ લાખ અને બામણગામ થી પજીયા વિસ્તાર અંબાકુઈ રોડ રૂ ૧ કરોડ ૬૫ લાખ રૂપિયાના વિવિધ મુખ્ય કાચા થી પાકા ડામર રોડનું કામ મંજૂર થતાં તેની ખાતમુહૂર્ત વિધિ આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઇ ચાવડાના હસ્તે કરવામાં આવી હતી .
આ પ્રસંગે આંકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, શાંતિલાલભાઈ ચાવડા, બામણગામ જિલ્લા પંચાયત સભ્ય વિજયભાઈ પઢિયાર, શિક્ષણ સમિતિ ચેરમેન ફતેહસિંહ સોલંકી, કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત આંકલાવ દીપકભાઈ પઢિયાર, કિશોરભાઈ વાઘેલા, નિલેશભાઈ પરમાર, ગોપાલભાઈ પઢિયાર, ભગવાનસિંહ મહીડા, રાવજીભાઈ પરમાર, ભાસ્કરભાઈ પટેલ, લાલજીભાઈ પઢિયાર સરપંચ ગંભીરા, સંજયભાઈ ચાવડા તાલુકા પંચાયત સભ્ય નવાપુરા વિવિધ ગામના આગેવાનો સરપંચશ્રીઓ, ગામના ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.