આંકલાવની ગંભીરા ચોકડી પર ગેરકાયદે દબાણોનો સફાયો કરાયો
આંકલાવની ગંભીરા ચોકડી પર ગેરકાયદે દબાણોનો સફાયો કરાયો
તંત્ર દ્વારા 23 જેટલા કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી
ગેરકાયદે દબાણ હટાવના પગલે દબાકર્તાઓમાં ફફડાટ આપ્યો
આણંદ ટુડે |આંકલાવ
આણંદ જિલ્લામાં સરકારી જમીન ઉપર બિનઅધિકૃત રીતે કેબિન, લારી, બાંધકામ તેમજ અન્ય કાચા- પાકા દબાણ કરવામાં આવેલા હોય છે, જેને જરૂરી કાર્યવાહી કરી દૂર કરવા માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ અધિકારીઓને સુચના આપી છે.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ચોકડી ઉપરના સર્વે નંબર ૩૪૯ સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે દબાણ છે, જેને દૂર કરવા માટે નાયબ કલેકટર શ્રી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, બોરસદ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ તથા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એચ. એ. ગઢવીના માર્ગદર્શન હેઠળ ગંભીરા ચોકડી ખાતે ૨૩ જેટલા દબાણ દૂર કરવાની કામગીરી કરવામા આવી હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગની સરકારી જમીન ઉપર કાચા પાકા દબાણો માપણી કયૉ બાદ દૂર કરવામાં આવ્યા હતા.
આ કાચા પાકા દબાણો દૂર કરવા માટે ૦૨ જેસીબી મશીન, ૦૨ ટ્રેક્ટર અને ૨૦ જેટલા લેબરની મદદ દ્વારા અને મામલતદાર શ્રી આંકલાવ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આંકલાવ અને પોલીસ કર્મીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રી આંકલાવના પ્રતિનિધિ અને તેમના કર્મીઓ એમજીવીસીએલના કાર્યપાલક ઇજનેર શ્રીના પ્રતિનિધિ, તલાટી કમ મંત્રીશ્રી અને માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ, મદદનીશ ઈજનેરની હાજરીમાં ગંભીરા ચોકડી ઉપરના ૨૩ જેટલા કાચા પાકા દબાણો દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
***