આણંદ શહેરના કેટલાક માર્ગો વન-વે જાહેર કરાયા
ટ્રાફીકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફીક આયોજન માટે
આણંદ શહેરના કેટલાક માર્ગો વન-વે જાહેર કરાયા
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું
આણંદ,
આણંદ શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફીકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફીક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લાના કેટલાક રૂટ ઉપર તા. ૧૩/૦૫/૨૦૨૩ સુધી વન-વે ટ્રાફીક ચલાવવા હુકમ ફરમાવેલ છે.
જે અંતર્ગત આણંદ નગર વિસ્તારના રોડ પૈકી આણંદ ગોપાલ ચાર રસ્તાથી રેલ્વે ગોદી ત૨ફ જઈ શકાશે, પરંતુ રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરી શકાશે નહી. તેવી જ રીતે જુના બસ સ્ટેશનથી ગોકુલ રેસ્ટોરન્ટ (ડી.વાય.એસ.પી.કચેરી) તરફ વાહનો જઈ શકશે પરંતુ ગોકુલ રેસ્ટોરન્ટ (ડી.વાય.એસ.પી.કચેરી) થી જુના બસ સ્ટેશન તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ પ્રતિબંધ સરકારી વાહનો, એમ્બ્યુલન્સ વાન અને ફાયરબ્રીગેડના વાહનોને લાગુ પડશે નહીં તથા આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
આણંદ શહેરમાં કેટલાક માર્ગો પરથી ભારે માલવાહક વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ
આણંદ જિલ્લામાં ટ્રાફીકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફીક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ આણંદ શહેર તથા વિદ્યાનગર વિસ્તારના કેટલાંક માર્ગો પર સવા૨ના ૦૯-૦૦ કલાક થી રાત્રીના ૨૦-૦૦ કલાક સુધી તમામ પ્રકારના ભારે માલવાહક વાહનોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફ૨માવેલ છે.
આ હુકમ અન્વયે મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોફ ત૨ફથી શહેરમાં પ્રવેશતા, એન.એસ.સર્કલ થી લક્ષ્મી ચોકડી ત૨ફથી શહેરમાં પ્રવેશતા, ૨ઘુવિ૨ સીટી સેન્ટરથી કોમ્યુનીટી હોલ તરફથી શહેરમાં પ્રવેશતા, દિપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સીનેમા તરફથી શહે૨માં પ્રવેશતા, નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદીર ત૨ફથી શહેરમાં પ્રવેશતા, લોટીયા ભાગોળ સર્કલથી ટાવર બજાર તરફથી શહે૨માં પ્રવેશતા તથા અમુલ ડેરી સર્કલથી સ્ટેશન ત૨ફથી શહે૨માં પ્રવેશતા ભારે માલવાહક વાહનોના સવા૨ના ૦૯-૦૦ કલાક થી રાત્રીના ૨૦-૦૦ કલાક સુધી પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ સ૨કારી વાહનો, પ્રવાસી બસો, એમ્બ્યુલન્સ વાન અને ફા૨યબ્રીગેડના વાહનોને લાગુ પડશે નહીં તથા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.