IMG-20221218-WA0002

ઉમરેઠના ગરીબ બાળકો ની તૂટી ફૂટી આંગણવાડી તંત્ર બેશર્મ ?

ઉમરેઠના ગરીબ બાળકોની તૂટી ફૂટી આંગણવાડી તંત્ર બેશર્મ

તંત્રના લાખો રૂપિયાના ખર્ચ ઉપર પાણી ઉપર થી ભાડાનો વધારાનો બોજો 

આંગણવાડીમાં વીસેક જેટલા બાળકો ની નોધણી  છે, જ્યાં હવે જૂજ બાળકો જ જાય છે

(તસવીર અહેવાલ - નિમેશ ગૌસ્વામી)

ઉમરેઠ 
સાક્ષરતાનો રેશિયો ઉપર આવે અને ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેમજ આવા બાળકો બાળમજૂરીના ખપ્પર માં ન ધકેલાય કે કૂ-પોષણ થી પીડિત ન બને તેવા બહુહેતુક  થી સરકારશ્રીએ આંગણવાડી વિભાગ શરૂ કર્યો અને કરોડો  રૂપિયાનું બજેટ ફાળવ્યું, પરંતુ ખરેખર સરકારશ્રીનો સદર ઉદ્દેશ્ય સિધ્ધ થાય છે ખરો ? આંગણવાડીઓ આજકાલ અનેક વિવાદો થી ગ્રસ્ત રહે છે, ક્યાક બાળકો માટેનું અનાજ પગ કરી રહ્યું હોવાની બૂમો સંભળાય છે, ક્યાક ગેસના બાટલા અગંત વપરાશ માટે જતાં રહે છે ,સુખડી અને અન્ય ખાધ્ય પદાર્થો વેચાઈ જવાની બૂમો નિરંતર સાભળવા મળી રહી છે પરંતુ અહી "સૌ નો સાથ અને સૌ નો વિકાસ" ? થઈ રહ્યો હોય વહેવાર ! ચાલ્યા કરે છે, પરંતુ ભ્રસ્ટાચાર નું દૂષણ હદ ઓળંગે ત્યારે વિવાદનું સ્વરૂપ લે છે 

ઉમરેઠ તાલુકાના આઇ.સી.ડી.એસ.ઘટક ઉમરેઠ-૧ શહેરી વિસ્તારમાં ઉમરેઠ-નગારીફાટકમાં કાર્યરત આંગણવાડી સને ૨૦૧૫ માં નગરપાલીકા ધ્વારા બનાવેલ હતી. હાલ આ આંગણવાડી જર્જરિત હોઇ બાળકો ને નગારીફાટકના વિસ્તારમાં આવેલ એક ખેતર માલિકની ઓરડીમાં બેસાડવામાં આવે છે  અને તેનું દર માસે સરકારશ્રી તરફથી રૂ.૪,૦૦૦/- ભાડું ચૂકવવામાં આવે છે. આ બાબતે આંગણવાડીના વાલીઓએ જણાવેલ કે ચેકીંગમાં આવતાં મુખ્ય સેવીકાને આ બાબતે જાણ કરેલ છે, છતાં પણ તેમના ધ્વારા આ બાબતે કોઇ યોગ્ય પગલાં લેવામાં આવેલ નથી નગરના વરસાદી પાણીના નિકાલ માટે ના કાંસ ઉપર ઉપરોક્ત આંગણવાડી નું મકાન પાલિકા દ્વારા બનાવાયું હતું  જે તે વખતે પણ આ સ્થળે મકાન નહી બનાવવા રજૂઆત કરી હતી પરંતુ સત્તાધારીઓએ પોતાની મનમાની કરી હતી, પોચી જમીન હોવાના કારણે થોડાજ વર્ષોમાં આંગણવાડીનું મકાન જર્જરિત બની ગયું ,જેથી છેલ્લા દોઢ બે વર્ષથી આંગણવાડી ના બાળકોને મૂળ સ્થળથી અડધો કિલોમીટર દૂર ખાનગી ઓરડીમાં કાર્યરત કરેલ છે પરંતુ આગણવાડી દૂર થવાના કારણે વાલીઓ બાળકોને મોકલતા ન હોવાની માહિતી મળી છે તેમજ ભૂત હોવાના કાલ્પનિક ડરથી પણ કેટલાક વાલીઓએ પોતાના બાળકોને ઉપરોક્ત આગણવાડીમાં મોક્લ્વાના ભાંધ કર્યા હોવાની ચોંકાવનારી માહિતી મળી છે ઉલ્લેખનીય છે સદર આંગણવાડીમાં વીસેક જેટલા બાળકો ની નોધણી  છે, જ્યાં હવે જૂજ બાળકો જ જાય છે તો ખરેખર કેટલા બાળકોનું અનાજ તેમજ વિવિધ ચીજોની વિતરણ થઈ રહ્યું છે તેમજ કેટલા બાળકોનો ખર્ચ ઉધરાઈ રહ્યો છે તે પણ તપાસ નો વિષય બન્યો છે  ત્યારે  જીલ્લા કક્ષાએથી આ બાબતે કોઇ તપાસ હાથ ધરાશે કે પછી ......