IMG_20230421_163345

સ્પેક એન્જીનીયરીંગનું ગૌરવ.

સ્પેક  એન્જીનીયરીંગનું ગૌરવ.

સ્પેક , એન્જીનીયરીંગના એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ભરત વાઢિયા ને રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત

શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે રાષ્ટ્રીય સેવા યોજનાનો એવોર્ડ એનાયત  

આણંદ
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના "રાષ્ટ્રિય સેવા યોજનાના" નેજા હેઠળ વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવે છે અને આ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી દર વર્ષે રાજ્ય કક્ષાનો એવોર્ડ સમારંભ શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં  આવે છે. સ્પેક , એન્જીનીયરીંગના એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ભરત વાઢિયા કે જેમને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનો ૨૦૨૦-૨૦૨૧ નો "રાજ્ય કક્ષાનો "એવોર્ડ માનનીય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા તાપી હોલ , સ્વર્ણિમ સંકુલ -1 ખાતે એનાયત કરવામાં આવ્યો છે જે ગૌરવની  બાબત છે. 
 
આ સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેનશ્રી ગિરીશ પટેલ, સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ  ટ્રસ્ટીશ્રીઓ  જૈમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ  તથા આચાર્યશ્રીઓ અને સંસ્થાના તમામ શૈક્ષણિક – બિનશૈક્ષણિક સ્ટાફગણ  દ્વારા  શુભેચ્છા  પાઠવવામાં આવી છે.