ચારૂસેટનું ગૌરવ : ડો.આરતી ત્યાગી
ચારૂસેટનું ગૌરવ : ડો.આરતી ત્યાગી
BDIPSના ડો. આરતી ત્યાગીને મેડીકલ લેબોરેટરી સાયન્સીસની નેશનલ કોન્ફરન્સમાં ઓરલ સાયન્ટીફીક પ્રેઝન્ટેશનમાં એવોર્ડ
આ એવોર્ડ અને સન્માન રાજ્યસભાના સભ્ય ડો. સસ્મિત પાત્રા, કલાવતી સારન ચિલ્ડ્રન્સ હોસ્પીટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો. હરીશ પેમડેના હસ્તે પ્રાપ્ત થયું
ચાંગા
ચાંગાસ્થિત ચારુસેટ યુનીવર્સીટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ પેરામેડિકલ સાયન્સીસ (BDIPS) ના કલીનીકલ માઈક્રોબાયોલોજી લેબોરેટરી વિભાગના વડા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. આરતી ત્યાગીએ તાજેતરમાં નેશનલ કોન્ફરન્સમાં ભાગ લઇ ઓરલ સાયન્ટીફીક પ્રેઝન્ટેશનમાં થર્ડ પ્રાઈઝ અને એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. નેશનલ કોન્ફરન્સમાં ચંડીગઢ, પુડુચેરી, નવી દિલ્હી, મુંબઈ, કેરાલા વગેરેની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી ઉપસ્થિત ડેલીગેટ્સ દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રેઝન્ટેશન વચ્ચે ડો. આરતી ત્યાગીએ ઓરલ સાયન્ટીફીક પ્રેઝન્ટેશનમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
AIIMS, નવી દિલ્હીમાં 16મી અને 17મી નવેમ્બર 2024 ના રોજ 5મી નેશનલ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયન કોન્ફેડરેશન ઓફ મેડિકલ લેબોરેટરી સાયન્સ (ICMLS) કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાંથી વિવિધ 22 તબીબી સંસ્થાઓમાંથી આશરે 400 થી વધારે ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ કોન્ફરન્સની થીમ ‘મેડીકલ લેબોરેટરી પ્રોફેશનનું ભાવિ શોધવા માટે આંતરદૃષ્ટિ’ (Insights on navigating the future of Medical Laboratory Profession) હતી. કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. જે.પી. નડ્ડા , ICMLS ના પ્રમુખ ડો. કપ્તાન સિંહ શેરાવત અને ICMLS ના જનરલ સેક્રેટરી ડો.પંકજ કૌલ ઉપસ્થિત રહ્યા હતા.
ડો. આરતી ત્યાગીએ પ્રેઝન્ટેશન થીમ ‘મેડિકલ લેબોરેટરી સાયન્સના વિવિધ ક્ષેત્રો જેમ કે હેમેટોલોજી, ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી, મેડિકલ માઇક્રોબાયોલોજી અને સેરોલોજી, મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ, જિનેટિક્સ, ટ્રાન્સફ્યુઝન મેડિસિન, હિસ્ટોપેથોલોજી અને સાયટોલોજી, બાયોમેડિકલ લેબોરેટરી રિસર્ચ’ પર સાયન્ટીફીક પ્રેઝન્ટેશન કર્યું હતું. જેમાં થર્ડ પ્રાઈઝ જીત્યું હતું. આ એવોર્ડ અને સન્માન રાજ્યસભાના સભ્ય ડો. સસ્મિત પાત્રા, કલાવતી સારન ચિલ્ડ્રન્સ હોસ્પીટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો. હરીશ પેમડેના હસ્તે પ્રાપ્ત થયું હતું.
કોન્ફરન્સની થીમ મુજબ પેનલ ડિસ્કશનમાં NCAHP એક્ટ-2021 ની ચર્ચા કરવામાં આવી હતી જેમાં એલાઈડ હેલ્થકેર પ્રોફેશન્સ દ્વારા સામનો કરવામાં આવતી વિવિધ સમસ્યાઓ જેમ કે કેડર, પગાર ભથ્થાં અને ICMLS અને JFTMI ની પહેલ વગેરે બાબતો આવરી લેવામાં આવી હતી.