ધર્મજ ગામે કમળાના કેસ મળી આવતા ધર્મજ ગ્રામ પંચાયત એક્શન મોડમાં
ધર્મજ ગામે કમળાના કેસ મળી આવતા ધર્મજ ગ્રામ પંચાયત એક્શન મોડમાં
ધર્મજ ગામમાં પીવાના પાણીના તમામ સ્ત્રોતમાં ક્લોરીનેશન માટેના ડોસીંગ પંપ બેસાડાયા
આણંદ
ધર્મજ ગામ ખાતે તાજેતરમાં કમળાના કેસ મળી આવ્યા હતા, જેમાં પ્રતિદિન ઘટાડો નોંધાય રહ્યો છે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ધર્મજ ગામ ખાતે કમળાના કેસ એકાએક નોંધાતા અને કેસમાં વધારો થતા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુ શ્રી દેવાહુતી એ ધર્મજ ગામની મુલાકાત લીધી હતી.
કલેકટર શ્રી એ ધર્મજ ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી અને તલાટી કમ મંત્રીશ્રીને ગામમાં પીવાના પાણીના સ્ત્રોતમાં ક્લોરિનેશન યુક્ત પીવાનું પાણી બધાને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સુચના આપી હતી.
ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો
આજે ૦૩ કેસ મળતા અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કેસ નોંધાયા,૨૮ હજાર થી વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ
ધર્મજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી રોનક ભાવસારના જણાવ્યા મુજબ કલેકટર શ્રી ની સૂચના મુજબ ધર્મજ ગ્રામ પંચાયતના લોકોને પૂરું પાડવામાં આવતું પીવાનું પાણી માં અલગ અલગ પાંચ જગ્યાએ ક્લોરીનેશન માટેના ડોસીંગ પંપ બેસાડવામાં આવ્યા છે, જેથી શુદ્ધ પાણી લોકોને મળી રહેશે અને આરોગ્ય વિષયક કોઈ તકલીફ થશે નહીં.
ગ્રામ પંચાયત કચેરી ખાતેની મુખ્ય પાણીની ટાંકી ખાતે, ઝંડા ચોક ખાતે પીવાના પાણીના બોર પર, ત્રણ રસ્તા ઉપર પીવાના પાણીના બોર પર, સ્મશાનમાં આવેલ પીવાના પાણીના બોરમાં અને ગાંધી ચોક ખાતે પીવાના પાણીના બોરમાં ક્લોરીનેશન માટેના ડોસીંગ પંપ બેસાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગામ ખાતે કમળાના કેસો વધતા અત્યાર સુધી લોકોને ટીએસએલ પાવડર નાખીને ક્લોરીનેશન વાળું પાણી પૂરું પાડવામાં આવતું હતું, જેથી કમળાના રોગમાં વધારો ન થાય તેમ તલાટી કમ મંત્રી શ્રી એ જણાવ્યું હતું.
****