પેટલાદ શહેરના રેલવે ક્રોસિંગ એલ.સી. નં ૨૯ પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ
પેટલાદ શહેરના રેલવે ક્રોસિંગ એલ.સી. નં ૨૯ પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ
વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે
આણંદ,
પેટલાદ શહેરમાં રેલ્વે ક્રોસિંગ એલ.સી. નં ૨૯ ઉપર આર.ઓ.બી. બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ હોય, આ ફાટક પરથી પસાર થતાં વાહનોને ડાયવર્ટ કરવા માટે આણંદના અધિક જિલ્લાના મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે એક જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, પેટલાદ સ્ટેશન રોડ પાસે આવેલ એલ.સી. નં. ૨૯ પરથી પસાર થતાં વાહનોની અવર-જવર ઉપર તા. ૧૪/૦૭/૨૦૨૩ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ રસ્તાના વૈકલ્પિક માર્ગ તરીકે ફાટક નંબર ૩૦ પરથી પેટલાદથી નૂર તલાવડી થઈ સોજીત્રા નીકળી શકાશે, તેમજ ફાટક નંબર ૩૧ પરથી જેસરવા પાળજ સીમ થઈ સોજીત્રા નીકળી શકાશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
*****