ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આણંદમાં સ્વચ્છતા રેલી યોજાઇ
ગાંધી જયંતિ નિમિત્તે "સ્વચ્છતા હી સેવા" પખવાડિયા અંતર્ગત આણંદમાં “સ્વચ્છતા રેલી” યોજાઇ
સ્વચ્છતા રેલીને સાંસદ મિતેષભાઇ પટેલ અને ધારાસભ્ય યોગેશભાઇ પટેલે કેસરી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ આપી ભાવાંજલિ
આણંદ ટુડે I આણંદ,
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ઉજવાઇ રહેલા "સ્વચ્છતા હી સેવા" પખવાડિયા અંતર્ગત અને પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિના અવસરે આણંદ નગરપાલિકા દ્વારા યોજાયેલ સ્વચ્છતા રેલીને સાંસદશ્રી મિતેષભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી યોગેશભાઇ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સાથે અન્ય પદાધિકારી-અધિકારીઓએ રેલ્વે ગોદી પાસેની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ આપી હતી અને ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને જય જવાન જય કિસાનનો નારો લગાવી શાસ્ત્રીજીની પ્રતિમાને વંદન કર્યા હતાં.
આ પ્રંસગે સાંસદશ્રી મિતેષભાઇ પટેલે જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે જીવનને યોગ્ય દિશા તરફ લઈ જઈ શકીએ છીએ. પૂજ્ય બાપુઅના સત્ય, અહિંસા જેવા ગુણો અપનાવીને શ્રેષ્ઠ વ્યક્તિત્વ અને સમાજનું નિર્માણ કરી શકાય છે. સંપૂર્ણ સમાજ અને રાષ્ટ્ર નિરોગી અને સ્વસ્થ બને એવા લોકકલ્યાણના હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા “સ્વચ્છતા હી સેવા” પખવાડિયામાં સહભાગી થવા આજે ગાંધી જયંતિ અને શાસ્ત્રી જયંતિ નિમિત્તે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્વચ્છતા રેલીમાં આણંદ નગરપાલિકા પ્રમુખશ્રી જીગ્નેશભાઈ પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી આર.એસ. ગરવાલ, નગરસેવકો, સામાજિક આગેવાનો, સફાઈ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.
************