IMG-20230501-WA0040

ગૌરવંતા ગુજરાતના સ્થાપના દિવસે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિને પુષ્પાંજલિ કરી અર્પણ

"ઘસાઈને ઉજળા થઈએ, બીજાને ખપમાં આવીએ"

ગૌરવંતા ગુજરાતના સ્થાપના દિવસે

નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિને પુષ્પાંજલિ કરી અર્પણ 

આણંદ,

 ગૌરવંતા ગુજરાતની સ્થાપનાને ૬૩ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં ૬૩ માં “ગુજરાત ગૌરવ દિવસ” ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યની સ્થાપના માટે પ્રથમ ઈંટ મુકીને ગુજરાત રાજ્યનો પાયો નાખનાર મુઠી ઉચેરા માનવી અને મુક સેવક એવા પૂજ્ય રવિશંકર મહારાજની બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલ સમાધિને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને બોરસદના ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે ઉત્તરોત્તર પ્રગતિ કરીને સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે. સાહસ અને શોર્ય, પ્રેમ અને પરિશ્રમ, સ્નેહ અને સન્માન, ભાવ અને ભજન, સેવા અને સંતની ભૂમિ એવા ગુજરાતના સ્થાપના દિવસનો સૌ કોઈને ગર્વ છે. વધુમાં તેમણે ગુજરાત તેમજ સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓને ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

આ તકે નાયબ મુખ્ય દંડકશ્રીની સાથે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ જોડાયા હતા.

*********