વસંતપંચમીના પાવન દિને ખંભોળજ ચેહરધામ ખાતે મા ચેહર પ્રાગટય દિવસની ઉજવણી કરાશે
વસંતપંચમીના પાવન દિને ખંભોળજ ચેહરધામ ખાતે મા ચેહર પ્રાગટય દિવસની ઉજવણી કરાશે
આણંદ
ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે વસંતપંચમીના પાવન દિવસે રાજ રાજેશ્વરી મા ચેહરના પ્રાગટ્ય દિવસની મહા સુદ પાંચમને ગુરુવાર તા. ૨૬.૦૧.૨૦૨૩ ના રોજ ઉજવણી કરવામાં આવનાર હોવાનું ભુવાજી શ્રી નાગજીભાઈ રબારીએ જણાવ્યું છે.
મા ચેહરના પ્રાગટ્ય દિને ચેહરધામ ખંભોળજ ખાતે સવારે ૯.૦૦ કલાકે નવચંડી યજ્ઞ પ્રારંભ થશે. સાંજના ૫.૦૦ કલાકે શ્રીફળ હોમ અને સાંજના ૭.૦૦ કલાકે મહાપ્રસાદીનું ભક્તો માટે આયોજન કરવામાં આવ્યું છે.
ચેહર મા ના મંદિરે રાત્રે ૯.૦૦ કલાકે લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પાવન અવસરે સૌ માઈ ભક્તોને માતાજીના દર્શન આશીર્વાદ અને મહાપ્રસાદનો લાભ લેવા ભુવાજી શ્રી નાગજીભાઈ રબારી તથા ચેહર પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.