અમૂલ ડેરી ખાતે આણંદ જિલ્લા પોલીસ તંત્ર અને ચેતક કમાન્ડો ફોર્સ, ગાંધીનગર દ્વારા મોકડ્રિલ યોજાઇ
અમૂલ ડેરી ખાતે આણંદ જિલ્લા પોલીસ તંત્ર અને ચેતક કમાન્ડો ફોર્સ, ગાંધીનગર દ્વારા મોકડ્રિલ યોજાઇ
આ મોકડ્રિલમાં ફાયર ઈમરજન્સી, રાહત બચાવ, તબીબી સેવા અને સારવારનું લાઈવ નિદર્શન કરાયું
આણંદ ટુડે | આણંદ
આણંદ અમુલ ડેરી ખાતે આણંદ જિલ્લા પોલીસ તંત્ર તથા ચેતક કમાન્ડો ફોર્સ, ગાંધીનગર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલ અંતર્ગત અમુલ ડેરીના કર્મચારી દ્વારા આતંકવાદી હુમલાની આણંદ કંટ્રોલરૂમને જાણ કરતા આણંદ જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા આણંદ જિલ્લા પોલીસ તંત્રની અલગ અલગ શાખા ને જાણ કરતા જિલ્લાની પ્રથમ રિસ્પોન્સ ટીમ તરીકે નાયબ પોલીસ અધિક્ષક શ્રી તથા એસઓજી શાખા એલસીબી શાખા ક્યુઆરટી તથા સ્થાનિક આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક મોરચો સંભાળી લીધેલ ત્યારબાદ રાજ્યની ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ તરીકે ચેતક કમાન્ડો ફોર્સ આવી જતા તેઓને મોરચો સોંપવામા આવ્યો હતો.
ચેતક કમાન્ડો ના જવાનો એ તેમની કુનેહ અને બહાદુરીથી આતંકવાદીઓ જે સ્થળે છુપાયા હતા એ સ્થળને કોર્ડન કરી આતંકવાદીઓને ઢેર કરી બંધકોને મુક્ત કરાવ્યા હતા.
હુમલો અંગે જાણકારી મળતા જિલ્લાનું પોલીસ તંત્ર અને સમગ્ર વહીવટીતંત્ર એલર્ડ મોડ પર આવી ગયું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે. એન. પંચાલ, ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી, એસ.ઓ.જી.પી આઇ., એલ.આઇ.બી.પી.આઈ., અન્ય પોલીસ અધિકારીઓ, આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ઓફિસર શ્રી, સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન શ્રી, નાયબ માહિતી નિયામક શ્રી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર તુરંત ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. ગણતરીની મીનીટમાં જ ફાયર ફાયટરની ટીમો, પોલીસ અને આરોગ્યની ટીમ એમ્બ્યુલન્સ સાથે અમુલ ડેરી આણંદ ખાતે આવી પહોચી હતી.
પોલીસની ટીમ ધ્વારા ત્રણ માળના મકાનમાં હાજર નાગરિકોને બચાવ કામગીરી શરૂ કરી હતી. આશરે ૧૫૦ જેટલા કર્મચારી અને અધિકારી નોકરી કરતા હતા તે પૈકી ૬ કર્મચારીઓ ઘવાયા હતા. તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને આણંદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતાં. જ્યારે બાકીના કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
નોંધનિય છે કે, ચેતક કમાન્ડો ફોર્સ, ગાંધીનગર દ્વારા અમુલ ડેરી આણંદ ખાતે મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વ્યે અમૂલ ડેરી આણંદ ખાતે મોકડ્રિલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં જિલ્લા પોલીસ તંત્રના અધિકારીગણ, પોલીસકર્મીઓ, ફાયરસેફ્ટીના અધિકારીઓ, આરોગ્ય વિભાગના ડોક્ટર અને તેમની ટીમ ફાયર ફાઈટર જોડાયા હતા.
***