આણંદમાં અંબિકા ફરસાણ માર્ટ સીલ કરાઈ
આણંદમાં અંબિકા ફરસાણ માર્ટ સીલ કરાઈ
સ્વચ્છતાનો અભાવ જોવા મળતા AMC એ સીલ માર્યું
એ - વન પાણીપુરી વાળાને ₹.૧૦ હજારનો દંડ કરાયો
આણંદ ટુડે | આણંદ,
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદમાં રેડ ક્રોસ પાસે આવેલી અંબિકા ફરસાણ માર્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો અભાવ જોવા મળ્યો છે અને ગંદકી જોવા મળી હતી.
મહાનગરપાલિકા ની ટીમ દ્વારા આ હોટલ ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈ ને આધીન જીપીએમસીની કલમ ૩૭૬ એ અંતર્ગત સીલ કરવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજિન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
એ - વન પાણીપુરી વાળાને ₹.૧૦ હજારનો દંડ કરાયો
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, પાણીપુરી વાળાઓને ત્યાં જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદમાં સાંગોડપુરા ખાતે પ્રમુખસ્વામી હોલ ની પાછળ આવેલ એ- વન પાણીપુરી વાળા ને ત્યાં આકસ્મિક ચેકિંગ કરતા પાણીપુરી ખુલ્લામાં તળતા હતા, બાફેલા બટાકા અને કાચા બટાકા પણ ખરાબ થયેલા જોવા મળ્યા હતા, આમ જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી અને સ્વચ્છતા નો અભાવ જોવા મળ્યો છે અને ગંદકી જોવા મળી હતી.મહાનગરપાલિકા ની ટીમ દ્વારા આ એવન પાણીપુરી વાળા ને ત્યાં હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય ₹.૧૦ હજારનો દંડ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે.