IMG-20230922-WA0048

મિશન-૨૦૨૪ લોકસભા- સંગઠનને વધારે મજબૂત કરવા કોંગ્રેસે કમર કસી

મિશન-૨૦૨૪ લોકસભા-

સંગઠન ને વધારે મજબૂત કરવા કોંગ્રેસે કમર કસી

આણંદ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક મળી

આગામી લોકસભા ચૂંટણી અંગે રણનીતિ તેમજ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા ચર્ચા વિચારણા કરાઈ

ભારતીય જનતા પાર્ટી અમુક મુઠ્ઠીભર મુડીપતીયોને હાથમાં રાખી સામાન્ય વર્ગને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી રહી છે -પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી


આણંદ ટુડે I આણંદ
આણંદ સર્કિટ હાઉસ ખાતે આજ રોજ ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી, આણંદ લોકસભાના ઇન્ચાર્જ  રામકીશન ઓઝાજી,  પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી , વિરોધપક્ષના નેતા, ધારાસભ્ય  અમિતભાઇ ચાવડાની ખાસ ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટિંગમાં
લોકસભાની ચૂંટણી 2024 ના અનુસંધાનમાં આગામી ચૂંટણી અંગે રણનીતિ તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસના મૂળભૂત સિદ્ધાંતો સર્વજન હિતાય અને સર્વ જન સુખાય અને બંધારણમાં આપેલા હકો દરેક લોકો સુધી પહોંચે, દરેક લોકોને સામાન્ય વર્ગના દરેક ધર્મ જાતિ અને ઉચ્ચ નીચના ભેદભાવ વગર સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે એના માટે સતત કાર્યરત રહેલ છે. ભારતીય જનતા પાર્ટી અમુક મુઠ્ઠીભર મુડીપતીયોને હાથમાં રાખી સામાન્ય વર્ગને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી રહી છે ત્યારે આ અવાજ લોકો સુધી લઈ જઈ અને લોકોને મદદરૂપ થવા હાકલ કરી હતી.
વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડા જણાવ્યું હતું કે આણંદ જિલ્લા કૉંગ્રેસનું સંગઠન વર્ષોથી મજબૂત રહેલું છે તેમ છતાં પાછલી જિલ્લા પંચાયત અને વિધાનસભાની પરિણામને જોતા આગામી લોકસભાના ચૂંટણી માટે સંગઠનને ખૂબ જ મજબૂત કરવા છેવાડાના લોકો સુધી અને કાર્યકર્તાઓ સુધી પહોંચવું ખૂબ જ આવશ્યક છે ત્યારે કોંગ્રેસ  સમિતિ દ્વારા આપેલ સંગઠનાત્મક કાર્યક્રમોનું આયોજન કરી કોંગ્રેસને વધુ મજબૂત બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લોકસભાના પ્રભારી શ્રી રામકૃષ્ણ ઓઝાજી આણંદ જિલ્લાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા જણાવ્યું હતું કે આણંદ જિલ્લો થી દેશનો અને ગુજરાતનો નેતૃત્વ કરેલું હોય ત્યારે આ જિલ્લાના  સંગઠનને વધારે મજબૂત કરવા તેમજ આવનારી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના સંદેશ જન જન સુધી પહોંચાડવામાં રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રાનો કાર્યક્રમ તેમજ ભારત જોડો યાત્રાનો મોટો સંદેશ લઈ લોકો વચ્ચે જવું પડશે અને આ લોકહીત ના કાર્યકરો કાર્યક્રમો કરવા માટે જણાવ્યું હતું. 
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી પ્રભારી ભીખાભાઈ રબારી ,પૂર્વ ધારાસભ્ય અને અમૂલ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય પુનમભાઇ પરમાર ,નટવરસિંહ મહીડા, વિજ્ઞાત્રીબેન પટેલ વગેરે ની ઉપસ્થિતિ રહી આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો શહેરના પ્રમુખશ્રી તેમજ આગેવાન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.