ચરોતરમાં આનંદો..
આણંદમાં સાંસદના પ્રયત્નથી ત્રણ ટ્રેનના સ્ટોપેજ મળ્યાં, ચેન્નાઇ અને દિલ્હી જતાં મુસાફરોને રાહત મળશે
આણંદમાં સાંસદના પ્રયત્નથી ત્રણ ટ્રેનના સ્ટોપેજ મળ્યાં, ચેન્નાઇ અને દિલ્હી જતાં મુસાફરોને રાહત મળશે
છેલ્લા ઘણા સમયથી ગરીબરથ એક્સ્પ્રેસને સ્ટોપેજ આપવા માંગ પ્રબળ બની હતી જે પૂરી થઈ
આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આણંદ ટુડે I આણંદ
આણંદ રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક સમયથી ચેન્નાઇ તરફ જતી અને દિલ્હી તરફ ટ્રેનના સ્ટોપેજની માગણી ઉઠી હતી. આ અંગે સાંસદે રેલવે વિભાગમાં રજુઆત કરી હતી. જેના પગલે ત્રણ ટ્રેનના સ્ટોપેજ મળ્યાં છે. જે ટ્રેનોના નડિયાદ પણ સ્ટોપેજ છે.જેને લઇ ચરોતરમાં આનંદની લાગણી વ્યાપી છે.
આણંદ વ્યાપારિક,ઔધોગિક અને શૈક્ષણિક કાર્યથી ધમધમતો જિલ્લો છે. સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા જીલ્લાના નાગરિકો,વ્યાપારીઓ,ઉધોગપતિઓ અને વિધાર્થીઓની જરૂરિયાતો,સમસ્યાના નિવારણ અને સુખ સુવિધાઓ માટે સરકાર સાથે સતત સપર્ક અને સંકલન સાધી વહીવટી પ્રક્રિયાઓ ઝડપી બને તે માટે ખુબ જ પ્રયત્નશીલ રહે છે. આણંદ રેલવે વિભાગને લગતી કેટલીક રજુઆતો તેઓને મળી હતી. જે સંદર્ભે રેલવે મંત્રાલયને તેઓ દ્વારા રેલ સ્ટોપેજ આપવા કેન્દ્ર રજુઆત કરવામાં આવી હતી જેને રેલવે વિભાગ દ્વારા સાદર માન્ય કરવામાં આવી છે. આણંદ રેલવે સ્ટેશને ગરીબ રથ એક્સપ્રેસ, એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ - અમદાવાદ હમસફર એક્સપ્રેસ, અને ચેન્નાઇ એગમોર - જોધપુર એક્સપ્રેસ એમ ત્રણ ટ્રેનના સ્ટોપેજ મળ્યાં છે
આણંદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી દિલ્હી સરાય રોહિલા - બ્રાંદ્રા (ટી) ગરીબ રથ એક્સપ્રેસને આણંદ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારના રોજ મળશે. જે આણંદ સ્ટેશન પર રાત્રે 1-42 પર પહોંચશે. આ ટ્રેન બ્રાદ્રા (ટી)થી ઉપડી આણંદ સ્ટેશન પર 17-26 મિનિટે પહોંચશે.
તેવી જ રીતે એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ - અમદાવાદ હમસફર એક્સપ્રેસ (સપ્તાહમાં એક વાર - ગુરૂવાર) આણંદ પર 19-10 મિનિટે સ્ટોપ કરશે. અમદાવાદ - એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસ (સપ્તાહમાં એક વાર સોમવાર) આણંદ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જે રાત્રે 10-34 પર મળશે.
આ ઉપરાંત ચેન્નાઇ એગમોર - જોધપુર એક્સપ્રેસ (સપ્તાહમાં એક વાર) આણંદ સ્ટોપેજ રાત્રે 22-15 પર મળશે. જોધપુર - ચેન્નાઇ એગમોર એક્સપ્રેસ (સપ્તાહમાં એકવાર) આણંદ પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન મંગળવારના રોજ મળશે.
મહત્વનું છે કે આ રેલ સુવિધા વધતા પ્રવાસી મુસાફરોની યાતાયાત વધુ સુગમ બનશે.વળી છેલ્લા ઘણા સમયથી ગરીબરથ એક્સ્પ્રેસને સ્ટોપેજ આપવા માંગ પ્રબળ બની હતી જે પૂરી થતા ચરોતરવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
આ તબક્કે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.