ખંભાતના વત્રા ગામના ડૉ કોમલ પટેલે પરદેશમાં દેશનું નામ રોશન કર્યું.
ખંભાત પંથકની દિકરીએ અમેરીકામા મિસ ભારત વર્લ્ડ વાઈડ પોપ્યુલર 2023નો તાજ જીત્યો
ખંભાત પંથકની દિકરીએ અમેરીકામા મિસ ભારત વર્લ્ડ વાઈડ પોપ્યુલર તાજ જીત્યો
અમેરિકા માં સ્થાયી થયેલા ભારતીય નાગરિકો માટે મિસ ભારત વર્લ્ડ વાઈડ પોપ્યુલર 2023 પ્રતિયોગિતાનું આયોજન કરાયું હતું.
ડૉ કોમલ પટેલે પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમે વિજેતા બની બે બે વખત તાજ જીત્યો
પરિવાર સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ.
આણંદ ટુડે I ખંભાત,
આણંદ જિલ્લાના ખંભાત તાલુકા માં આવેલા નાનકડા વત્રા ગામમાં રહેતા સુરેશ ભાઈ પટેલ ની દીકરી ડૉ કોમલ પટેલ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ છેલ્લા ઘણા સમય થી અમેરિકા માં સ્થાયી થયા છે, અમેરિકા ના મેટ્ટથેવ્સ ખાતે અમેરિકા માં સ્થાયી થયેલા ભારતીય નાગરિકો માટે મિસ ભારત વર્લ્ડ વાઈડ પોપ્યુલર 2023 પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રતિયોગિતા વિદેશ માં ભારતીય સંસ્કૃતિ ની ઝાંખી કરાવવા માટે યોજવામાં આવી હતી જેમાં ભારતીય વેશભૂષા,જેમકે ચણિયાચોળી,સાડી વગેરે પેહરી ભારતીય યુવતીઓ તેમજ મહિલાઓ એ ભાગ લીધો હતો.આ પ્રતિયોગિતા માં મોટી સંખ્યા માં ભારતીય નાગરિકો એ ભાગ લીધો હતો.અમેરિકામાં ભારતીય સંગીત ના તાલે યોજાયેલા આ વિશેષ ફેશન શો માં આણંદ જિલ્લાના ખંભાત તાલુકા ના નાનકડા વત્રા ગામ ની દીકરી એ ભાગ લીધો હતો તેમજ પોતાના ભારતીય પહેરવેશ થકી ભારતીય સંસ્કૃતિ વિદેશીઓ સમક્ષ પ્રસ્તુત કરી હતી.
આ પ્રતિયોગિતા માં ભાગ લેનાર ભારતીય સહિત વિદેશી સ્પર્ધકો માટે વિવિધ એવોર્ડ ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ખંભાત ના વત્રા ગામના ડૉ કોમલ પટેલે પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમે વિજેતા બની બે બે વખત તાજ મેળવી પોતાના નાનકડા ગામનું નામ સાત સમુંદર પાર અમેરિકા માં રોશન કર્યું હતું.
વિદેશ માં વિજેતા થયેલી વત્રા ગામની દીકરી ડૉ કોમલ પટેલ એ ભારતીય સંસ્કૃતિ નું મહત્વ સમજાવવા સહિત દેશનું નામ રોશન કરતા પરિવાર સહિત સમગ્ર પંથક માં ખુશી ની લહેર વ્યાપી ઉઠી છે.