IMG-20240410-WA0021

ખંભાત ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં ફૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ યોજાઇ

ખંભાત ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં ફૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ યોજાઇ

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ખંભાત વિધાનસભા મત વિસ્તારના ક્રિટીકલ, સખી, દિવ્યાંગ અને મોડેલ મતદાન મથકની મુલાકાત લીધી

આણંદ,
આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી યોજાનાર હોઈ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલે ખંભાત મતદાર વિભાગના કેટલાક મતદાન મથકોની મુલાકાત લઈ ખંભાત ખાતે ફૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ પણ યોજી હતી. 

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ખંભાત મતદાર વિભાગમાં સમાવિષ્ટ PWD મતદાન મથક એટલે કે, દિવ્યાંગ મતદાન મથક, ક્રિટિકલ મતદાન મથકો, સખી મતદાન મથકો, મોડેલ મતદાન મથક મળીને કુલ ૨૨ જેટલા મતદાન મથકોની મુલાકાત લીધી હતી. જેમાં શકકરપુર અને મેતપુર ગામના ક્રિટિકલ અને સખી મતદાન મથકોની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની મુલાકાત વેળાએ જિલ્લા પોલીસ અધિકારીશ્રી અતુલકુમાર બંસલ તેમની સાથે જોડાયા હતા. 

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં આવેલ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન મથકો ખાતે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ ? તેનું નિરીક્ષણ કર્યું હતુ. 

મતદાન મથકોની મુલાકાત બાદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી સબંધે કાયદો અને વ્યવસ્થા અંતર્ગત ખંભાત શહેરી વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિકારી શ્રી અતુલકુમાર બંસલે બી.એસ.એફ. ના જવાનો સાથે ખંભાતના શહેરના ત્રણ દરવાજાથી લઇ ગવારા ટાવર સુધીના  શહેરી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ યોજી હતી.