૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૦૪ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય કરાયા
૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૦૪ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય કરાયા
આણંદ,
૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી.
૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૦૬ ઉમેદવારો દ્વારા કુલ ૧૦ ઉમેરવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી ૧૦૮- ખંભાત વિધાનસભાના ચૂંટણી અધિકારી દ્વારા આજ તા. ૨૦-૦૪-૨૦૨૪ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે કુલ ૦૪ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય કરાયા છે.
૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ફોર્મ ચકાસણીના અંતે મુખ્ય ઉમેદવારના ઉમેદવારી પત્રો મંજૂર થતા બે ડમી ઉમેદવારો શ્રી રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર (ભારતીય જનતા પાર્ટી) અને દાનુભાઈ પુંજાભાઈ ગોહેલ (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) ના ઉમેદવારી પત્રો રદ થયા છે.
૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૦૪ ઉમેદવારોની આખરી યાદી જોઈએ તો...
(૧). ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ (ભારતીય જનતા પાર્ટી)
(૨). મહેન્દ્રસિંહ હરિસિંહ પરમાર (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ),
(૩). ચૌહાણ મહિપતસિંહ કેસરીસિંહ (અપક્ષ),
(૪).મનુભાઈ જેઠાભાઈ વણકર (અપક્ષ)
-૦-૦-૦