IMG-20240103-WA0017

તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાએ સ્થળ મુલાકાત લીધી

આણંદ ટુડે I આણંદ,
આણંદ જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાએ કનેવાલ તળાવની સ્થળ મુલાકાત લઈ તળાવની ભૌગોલિક સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું.

આ મુલાકાત સમયે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીએ કલેક્ટરશ્રી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રીને કનેવાલ તળાવની ભૌગોલિક સ્થિતિ તથા તેમાં કાર્યરત સિંચાઈ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. 

કલેક્ટરશ્રી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેના પ્રોજેક્ટ અંગે સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ ઉપર બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકત દરમિયાન પ્રાંત અધિકારીશ્રી પુનમબેન પરમાર, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
*******