IMG-20240115-WA0049

આણંદ જિલ્લામાં આવેલ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરાયું

આણંદ જિલ્લામાં આવેલ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરાયું

તા. ૨૨ જાન્યુઆરી સુધી જિલ્લાભરના નાના મોટા ધર્મસ્થાનો ખાતે  સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે

તારાપુર ખાતે મહાદેવ મંદિરમાં સાફ-સફાઈની કામગીરી સંસદ સભ્યશ્રી મિતેષભાઈ પટેલ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વગેરે હોદ્દેદારો દ્વારા કરવામાં આવી


આણંદ, સોમવાર -
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન થકી સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત તારીખ ૧૪ મી જાન્યુઆરીથી તા.૨૨ મી જાન્યુઆરી સુધી દેશભરના નાના મોટા ધર્મસ્થાનો ખાતે ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જન આંદોલન હાથ ધરવા આહવાન કર્યું છે. 

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ સમગ્ર રાજ્યમાં નાના મોટા તીર્થ સ્થળો/ ધર્મસ્થાનો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવા જણાવાયું છે. 

આણંદ જિલ્લામાં આવેલા તીર્થ સ્થળો/ ધર્મસ્થાનો ખાતે આ અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 

તારાપુર ખાતે મહાદેવ મંદિરમાં સ્વચ્છતા અભિયાન અને મંદિરની સાફ-સફાઈની કામગીરી સંસદ સભ્યશ્રી મિતેષભાઈ પટેલ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વગેરે હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી. 

આ ઉપરાંત આણંદ જિલ્લામાં સૈયદપુરા, નાપાડ-વાટા, વાસદ, દાવોલ, મોગરી, રૂણજ, ખડોધી, વણસોલ, કોસીન્દ્રા, ખડાણા, દેવાતજ, મિલરામપુરા અને ગોરાડ ગામો ખાતે આવેલા ધાર્મિક સ્થળોમાં શનિદેવ મંદિર રામદેવ મંદિર હનુમાનજી મંદિર રાધા કૃષ્ણ મંદિર ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશ દરમિયાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ અને અગ્રણીઓ આ ઝુંબેશમાં જોડાયા હતા.
****