ભાજપના ગઢ ઉમરેઠમાં અપક્ષ ઉમેદવાર બી. યુ. પરમારને અભૂતપૂર્વ આવકાર
સર્વ સમાજ ઉપર પ્રભુત્વ ધરાવનાર સૌની પસંદ-અપક્ષ ઉમેદવાર બી.યુ પરમાર
ઉમરેઠ મત વિસ્તારમાં પુનરાવર્તન નહીં પરંતુ એક નવા ચહેરા સાથે પરિવર્તનની લહેર છવાઈ જશે તેવી ચર્ચા સ્થાનિક મતદારોમાં
પરિવર્તન એ સંસારનો નિયમ છે અને ઉમરેઠ વિધાનસભા વિસ્તારની જનતા હવે પરિવર્તન ઇચ્છથી રહી છે. ત્યારે અમારા નેતા કોણ બી યુ પરમાર એવો પ્રચંડ સૂર સ્થાનીકોમાં ઉઠ્યો છે.
આ વખતે ઉમરેઠ વિધાનસભામાં મજબૂત, પ્રમાણિક, ક્ષત્રિય તેમજ સર્વ સમાજ ઉપર પ્રભુત્વ ધરાવનાર તેમજ સૌની પસંદ અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર ઉર્ફે બી.યુ પરમાર રહ્યા છે
આણંદ ટુડે | આણંદ
111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ ઉદેસિંહ પરમાર ઉર્ફે બી. યુ. પરમારે જુદા જુદા વિસ્તારમાં ખાટલા બેઠકો અને જનસંપર્ક અભિયાન તેજ કરી દીધો છે. ઠેર ઠેર સૌના પ્રિય એવા અપક્ષ ઉમેદવાર બી. યુ. પરમારને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ગામે ગામ તેઓને અભૂતપૂર્વ બહુમતિ સાથે વિજય અપાવવા પંથકના લોકો સક્રીય બન્યા છે.
સામાજિક તેમજ પ્રજાલક્ષી કામો માટે હર હંમેશા તત્પર રહેનાર 111 ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ ઉદેસિહ પરમાર ઉર્ફે બી.યુ પરમાર ક્ષત્રિય સમાજ પર મજબુત પક્કડ ધરાવે છે ઉપરાંત અન્ય સમાજ સાથે ઘનિષ્ઠ ઘરોબો ધરાવે છે જેને કારણે તાલુકાના લોકો માટે એક આશાનું કિરણ બન્યા છે.
આ વખતે ઉમરેઠ વિધાનસભામાં મજબૂત, પ્રમાણિક, ક્ષત્રિય તેમજ સર્વ સમાજ ઉપર પ્રભુત્વ ધરાવનાર તેમજ સૌની પસંદ અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર ઉર્ફે બી.યુ પરમાર રહ્યા છે.
સ્વચ્છ છબી,પ્રજાના હામી અને સર્વ સ્વીકૃત બી યુ પરમાર સહુને સાથે રાખી ચાલનાર હોય તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા એમની સાથે સ્થાનિકોએ વેગવંતો પ્રચાર આરંભી દીધો છે.
ઉમરેઠ ગ્રામ્ય વિસ્તારના જાગૃત નાગરિકોનું કહેવું છે કે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના નાગરિકો છેલ્લા ઘણા વર્ષથી અસહ્ય મોંઘવારી, બેરોજગારી, સહિત મળવાપાત્ર પ્રાથમિક સુવિધાના લાભથી વંચિત રહેવા પામ્યા છે. સબળ નેતાગીરીના અભાવે ઉમરેઠ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારનો વિકાસ રૂંધાયો છે, વર્ષોથી ઘણા વિકાસના કામો ખોરંભે પડ્યા છે. સામાન્ય નાગરિકોના કામો સમયસર થતા નથી, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પ્રજાલક્ષી કામો પ્રત્યે ઘોર ઉપેક્ષા અને બેદરકારી દાખવી રહ્યા છે. એટલું જ નહીં ચૂંટણી ટાણે ડોકીયા કરતા રાજકીય નેતાઓના ચૂંટણી બાદ દર્શન દુર્લભ બનતા હોય સ્થાનિક પ્રજામાં પણ આવા કામચોર નેતાઓ પ્રત્યે જબરદસ્ત રોષ ભભૂકી ઉઠ્યો છે. પ્રજાના વિકાસના બદલે સ્વ વિકાસને પ્રાધાન્ય આપતા રાજકીય નેતાઓ થી પણ સ્થાનિક પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અને માત્ર ને માત્ર પરિવર્તન ઇચ્છથી રહ્યા છે. ત્યારે સૌનો સાથ સૌનો વિકાસની ની નેમ સાથે ભાજપાના ગઢમાં ગાબડું પાડવા 111 ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર ઉમરેઠ પંથકના નેતૃત્વ માટે સક્ષમ હોય તેઓ લોકોની પહેલી પસંદ છે.
પરિવર્તન એ સંસારનો નિયમ છે અને ઉમરેઠ વિધાનસભા વિસ્તારની જનતા હવે પરિવર્તન ઇચ્છથી રહી છે. ત્યારે અમારા નેતા કોણ બી યુ પરમાર એવો સ્થાનીકોમાં આશાવાદ જોવા મળ્યો છે.
ઉમરેઠના એક સ્થાનિક અગ્રણી અનિલભાઈ પટેલ અને મોહનભાઈ ઠાકોરે એ જણાવ્યું હતું કે, સ્વચ્છ છબી,પ્રજાના હામી અને સર્વ સ્વીકૃત બી યુ પરમાર સહુને સાથે રાખી ચાલનાર હોય તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા એમની સાથે સ્થાનિકોએ વેગવંતો પ્રચાર આરંભી દીધો છે.
પ્રજાના વિકાસના બદલે સ્વ વિકાસને પ્રાધાન્ય આપતા રાજકીય નેતાઓ થી પણ સ્થાનિક પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અને માત્ર ને માત્ર પરિવર્તન ઇચ્છી રહ્યાં છે
આ વખતે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર બી યુ પરમાર તાલુકાના લોકો માટે એક આશાનું કિરણ તરીકે દેખાઈ રહ્યા છે. તેઓ સર્વ સમાજના લોકહિત માટે હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે. એટલું જ નહીં સામાજિક પ્રવૃત્તિઓ સહિત સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યા છે તેઓ પોતાની વ્યક્તિગત ઓળખ ઊભી કરીને આજે જ્યાં અન્યાય દેખાય ત્યાં પૂરી નિષ્ઠાથી અને કોઈપણ નાત જાતના ભેદભાવ વગર કામ કરવા તૈયાર રહે છે.
છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ક્ષત્રિય સહિત વિવિધ સંગઠનમાં જોડાઈ પાયા થી કામગીરી કરી રહ્યા છે.
ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પણ અનેક કાર્યક્રમોમાં જોડાઈ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.
ચૂંટણી ટાણે ડોકીયા કરતા રાજકીય નેતાઓના ચૂંટણી બાદ દર્શન દુર્લભ બનતા હોય છે ત્યારે સ્થાનિક પ્રજામાં પણ કામચોર નેતાઓ પ્રત્યે જબરદસ્ત રોષ ભભૂકી ઉઠ્યો છે
આવા ઉમદા વ્યક્તિત્વ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર બી યુ પરમાર ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે આજે મજબૂત અપક્ષ ઉમેદવાર માનવામાં આવે છે . આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ઉમરેઠ મત વિસ્તારમાં પુનરાવર્તન નહીં પરંતુ એક નવા ચહેરા સાથે પરિવર્તનની લહેર છવાઈ જશે તેવી ચર્ચા સ્થાનિક મતદારોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે