આગામી દિવસમાં આણંદ સ્વચ્છ, સુઘડ અને રળિયામણું જોવા મળશે.!
આગામી દિવસમાં આણંદ સ્વચ્છ, સુઘડ અને રળિયામણું જોવા મળશે.!
આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન હાથ ધરાશે
રવિવારના દિવસે વ્યાયામ શાળા તળાવ ના ઘાટની આજુબાજુ વિસ્તારમાં, નહેરુ બાગ, વીર સાવરકર પ્રતિમા પાસે સાફ સફાઈ અભિયાન હાથ ધરાશે
આ અભિયાનમાં સીટુસી એનજીઓ સહભાગી બનશે
આણંદ, શનિવાર
સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત આ અભિયાન આગામી ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી યોજાશે. જેમાં કચરા મુક્ત ભારત કચરા મુક્ત ગુજરાત માટે રાજ્ય સરકાર દ્વારા હાકલ કરવામાં આવી છે જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ખાસ ઝુંબેશ હાથ ધરીને સ્વચ્છતા અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે તે અંતર્ગત આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે અમારી નગરપાલિકા વિસ્તારમાં સેનેટરી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દરરોજ એક માસ સુધી એટલે કે 15મી ઓક્ટોબર 2023 સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે જેમાં જુના એસટી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન તથા તળાવના ઘાટો ઉપરથી કચરાના નિકાલ કરવાની કામગીરી જાહેર માર્ગ પરથી કચરાના ઢગલા નિકાલ કરવાની કામગીરી તેમજ જાહેર રસ્તા પર પડે ને નિકાલની કામગીરી હાથ ધરાશે.
રવિવાર તા.૧૭ ના રોજ વ્યાયામશાળા તળાવની ઘાટ ની આજુબાજુના વિસ્તારમાં નહેરુ બાગ અને તેની આજુબાજુ નો વિસ્તાર વીર સાવરકરની પ્રતિમા પાસે અને તેની આજુબાજુના વિસ્તારમાં ખાસ સફાઈ કામગીરી સ્વરૂપે હાથ ધરાનાર છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલ ટ્વિન્સ બીન ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના વાહનો એમઆરએફ સેન્ટર સંપત્તિઓનું સમારકામ પેઇન્ટિંગ તથા સફાઈની કામગીરી હાથ ધરાશે.
તા.૧૯ના રોજ ગણેશ મહોત્સવના સ્થળ ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક સુકાભીના કચરા સાફ-સફાઈ બેનર પોસ્ટર લગાવી જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. જાહેર સ્થળો વાણિજ્ય સ્થળો પબ્લિક સ્થળો ઉપર વોલ પેઇન્ટિંગ ની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત નગરપાલિકા ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા ના સંકલ્પ લેવડાવવામાં આવશે નગરપાલિકા વિસ્તારના જાહેર જળસંગ્રહ સ્થળો પરથી પ્લાસ્ટિક સહિતનો કચરો દૂર કરવા ખાસ ડ્રાઇવ હાથ ધરાવશે. વાણિજ્ય વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ચેકિંગ તથા દંડની કામગીરી કરવામાં આવશે શાળાઓ કોલેજોમાં વિવિધ સ્વચ્છતા અભિયાનો, કચરાનું વિભાજન વિશેનું અભિયાન તેમજ જાગૃતતાની પ્રવૃત્તિ હાથ ધરાશે.
શહેરમાં આવેલી તમામ પ્રતિમાઓની તથા ચોક ખાતે નાગરિકોને સાથે રાખીને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે શાળાઓ ખાતે સ્વચ્છતા ની પ્રવૃત્તિઓ તેમ જ સેનિટેશનની માહિતી આપવામાં આવશે. સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે આ ઉપરાંત ચિત્ર સ્પર્ધા અને વૃક્ષારોપણનું ખાસ આયોજન કરવામાં આવશે સફાઈ કામદાર અને ભૂગર્ભ સફાઈ કામદારો માં શ્રેષ્ઠ કામગીરી કરતા કર્મચારીઓને સન્માન કરવામાં આવશે તેમજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ બાગ બગીચાઓની, શાળા અને કોલેજો સાથે સંકલન કરીને સ્વચ્છતા ઝુંબેશના રૂપે કાર્યક્રમ હાથ ધરાશે.
આણંદ નગરપાલિકાના તમામ વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 15 મી ઓક્ટોબર સુધી ચાલનાર આ ઝુંબેશ માં આણંદ નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને તેનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે જે અંતર્ગત દરેક વિસ્તારની સફાઈ, દરેક નાગરિકોને સ્વચ્છતા અંગે માહિતગાર કરવા, શાળાઓ ખાતે ચિત્ર સ્પર્ધા યોજવી ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં નગરજનોને સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે તેમ ચીફ ઓફિસર શ્રી ગરવાલે વધુમાં ઉમેર્યું હતું.
******