ખંભાતમાં મહારાજા ફિલ્મનો ઉગ્ર વિરોધ કરાયો
ખંભાતમાં મહારાજા ફિલ્મનો ઉગ્ર વિરોધ કરાયો
ખંભાતના સનાતન હિંદુ ધર્મના વૈષ્ણવ સમાજમાં મહારાજા ફિલ્મના નિર્માતા સામે આક્રોશ
ખંભાત સનાતન હિંદુ ધર્મના વૈષ્ણવ સમાજે મહારાજા ફિલ્મ સામે ગુનો નોંધવા પ્રાંત અધિકારી તેમજ ખંભાત શહેર પોલીસને આવેદનપત્ર આપ્યું
આણંદ ટુડે | ખંભાત
આણંદ જિલ્લાના નવાબી નગર ખંભાતમાં સનાતન હિંદુ ધર્મના પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવજનોમા મહારાજા ફિલ્મને લઈ રોષ ભભૂકયો છે. સનાતન હિંદુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને કલંકિત કરતી ફિલ્મ "મહારાજા" નેટફિક્સ પર રજૂ થવા જઈ રહી છે આ ફિલ્મમાં સનાતન હિંદુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાય અને હિન્દુ દેવતા શ્રીકૃષ્ણનો ખૂબ જ દુષ્પ્રચાર થયો છે. આ ફિલ્મ ના વિરોધમાં સર્વ વૈષ્ણવ સમાજની લાગણી દુભાઈ હોઇ મહારાજા ફિલ્મ નિર્માતા સામે ગુનો નોંધવા માંગ ઉચ્ચારાઈ છે. આ અંગે ખંભાત પ્રાંત અધિકારી તેમજ ખંભાત શહેર પી.આઈ.ને આવેદનપત્ર આપી ભારતીય ફોજદારી ધારા હેઠળ ગુનો નોંઘી કાર્યવાહી કરવા સનાતન હિંદુ ધર્મના વૈષ્ણવો દ્વારા સૂત્રોચ્ચાર સાથે માંગ ઉચ્ચારી છે.
આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ ખંભાત સનાતન હિન્દૂ ધર્મના પૃષ્ટિમાર્ગ સંપ્રદાયના ભક્તજનોમાં મહારાજા ફિલ્મને લઈ આક્રોશ વ્યાપ્યો છે, ખંભાત પ્રાંત અધિકારી તેમજ પોલીસ સ્ટેશનમાં યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત લોકો વિરુદ્ધ ગુનો નોંધવા અરજી કરવામાં આવી છે. આમિરખાન ના દીકરા જુનેદ ખાનની ફિલ્મ મહારાજા રિલીઝ કરવા ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. આ ફિલ્મ 14 જુને "ઓટીટી પ્લેટફોર્મ" નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી તે પહેલા જ ફિલ્મના વિવાદને લઈ મહારાજા ફિલ્મ ઉપર ગુજરાતમાં સ્ટે મૂકવામાં આવ્યો છે સનાતન ધર્મના આચાર્ય તેમજ વૈષ્ણવોએ આ અંગે આ ફિલ્મનો સંપૂર્ણ બહિષ્કાર દર્શાવ્યો છે
આ અંગે ભગવાન કૃષ્ણના સનાતન હિંદુ ધર્મના વૈષ્ણવ ભક્ત અને હિન્દુ સનાતન પુષ્ટિમાર્ગ સંપ્રદાયના અનુયાયી અગ્રણી રાકેશભાઈ શાહે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ફિલ્મ મહારાજા હિન્દુ સનાતન અનુયાયીઓ સહિત પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના વૈષ્ણવ ભક્તોની ધાર્મિક ભાવનાઓ અને લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું છે ફિલ્મથી સનાતન ધર્મની આસ્થા ઉપર પ્રહાર કર્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પાયા વિહોણા આક્ષેપો કર્યા છે અમો આ ફરિયાદ સૌરભ શાહ દ્વારા પ્રદર્શિત ફિલ્મ મહારાજા અને તેના પ્રકાશક આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ., આ ફિલ્મ બનાવનાર યશરાજ ફિલ્મ્સ ઓટીટી પ્લેટફોર્મ નેટ ફ્લિક્સ ઇન્ડિયા અને ફિલ્મ નિર્દેશક, અભિનેતા, અભિનેત્રી, અન્ય કલાકારો અને ટેકનિશિયનો કે જેમણે આ ઉપન્યાસ ઉપર "મહારાજા" ફિલ્મનું નિર્માણ કર્યું છે તેની વિરુદ્ધમાં અમો ફરિયાદ દાખલ કરીશું, આ અંગે ખંભાત તાલુકા સનાતન હિંદુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાય આ ફિલ્મને સખત શબ્દોમાં વખોડે છે, અને સંપૂર્ણ બહિષ્કાર કરે છે. આગામી સમયે આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો જલદ કાર્યક્રમો કરવાની પણ ખંભાત સનાતન હિંદુ ધર્મના વૈષ્ણવ સમાજે ચીમકી ઉચ્ચારી છે.