IMG-20230601-WA0022(1)

ચારૂસેટમાં રૂ. 8.75 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભવ્ય નિર્માણ કરાશે.

ચારૂસેટમાં રૂ. 8.75 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભવ્ય નિર્માણ કરાશે

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે દાતાશ્રી દિનશા પટેલ દ્વારા રૂ.1.51 કરોડનું સંકલ્પ દાન

શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચારૂસેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન કરાયું

ચારૂસેટમાંથી વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ લઈ દેશદુનિયામાં નામ રોશન કરશે.- શ્રી દિનશા પટેલ

ચાંગા
શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના લાભાર્થે રૂ. 8.75 કરોડના ખર્ચે ચારૂસેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે.  ચારૂસેટ કેમ્પસમાં 1 જૂન, ગુરૂવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચારૂસેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન  કેળવણી મંડળ અને ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિલાવર દાતા શ્રી દિનશા પટેલ અને કુંદનબેન દિનશા પટેલ, માતૃસંસ્થા-CHRFના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.  રૂ. 8.75 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે  દાતા શ્રી દિનશા પટેલ દ્વારા રૂ. 1.51 કરોડના સંકલ્પ દાન પૈકી રૂ. 45 લાખનું દાન પ્રાપ્ત થયું છે.
આ પ્રસંગે કેળવણી મંડળ અને ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્ર પટેલ, દાતા શ્રી દિનશા પટેલ અને કુંદનબેન દિનશા પટેલ, માતૃસંસ્થા-CHRFના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ-CHRFના મંત્રી ડો. એમ. સી. પટેલ,  કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, કેળવણી મંડળના સહમંત્રી અને સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, કેળવણી મંડળના ખજાનચી શ્રી ગિરીશભાઈ પટેલ, ઇન્ટરનલ ઓડિટર શ્રી બિપિનભાઈ પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી દીપકભાઈ પટેલ, CHRFના ઉપપ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ,  માતૃસંસ્થાના સહમંત્રી શ્રી ધીરુભાઈ પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ, વી. એમ. પટેલ, ચંદ્રકાંત પટેલ, જશભાઈ પટેલ, પલ્લવીબેન પટેલ,  ડો. શરદ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી એન. એમ. પટેલ, જગાજી કન્સ્ટ્રક્શન પરિવારના અનિલભાઈ પટેલ અને સુરેશભાઇ પટેલ,  રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળ, યુનિવર્સિટી, CHRFના વિવિધ પદાધિકારીઓ,  વિવિધ વિભાગોના ડીન,  પ્રિન્સિપાલ, વિવિધ વિભાગોના વડાઓ, એસ્ટેટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે  દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ તરફથી ઘનશ્યામભાઈ પટેલ, વિનયભાઈ પટેલ, હંસાબેન પટેલ, ડીમ્પલ પટેલ, હાર્દિક ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
કુલ 21880 ચોરસ મીટર લગભગ પાંચ એકર જમીન પર આકાર લેનાર 3 માળના અદ્યતન સુસજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સંકુલમાં  મલ્ટી પર્પઝ ઇન્ડોર એરેનામાં વિવિધ રમતો બાસ્કેટ બોલ, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, બોક્સિંગ, રેસલિંગ, કરાટે, જુડો, કબડ્ડી અને ઇન્ડોર ખો-ખો રમી શકાશે. આ એરેનામાં નેશનલ લેવલ અને ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનીવર્સીટી લેવલની ટુર્નામેન્ટસનું આયોજન થશે.   આ ઉપરાંત સ્પોર્ટ્સ ઓફિસ , મલ્ટી પર્પઝ રૂમો, જીમ્નેશીયમ , યોગા એન્ડ મેડીટેશન હોલ , સ્પોર્ટ્સ મેડીસીન એન્ડ રીહેબીલીટેશન સેન્ટર , દર્શકો માટે સુવિધા, વિવિધ સાધનો માટે સ્ટોરેજ , લોકર રૂમો અને ચેંજિંગની સુવિધા ઉપલબ્ધ કરાશે.   આઉટડોર સ્ટેડીયમમાં  આઉટડોર સ્પોર્ટ્સ ફૂટબોલ, હોકી, એથલેટીક્સ, લોન ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી ખો-ખો રમી શકાશે. સ્ટેડીયમમાં ટર્ફ, રનીંગ ટ્રેક, સ્પેકટેટર સ્ટેન્ડસ, ડે-નાઈટ ટુર્નામેન્ટ માટે લાઈટીંગ અને સ્વીમીંગ પૂલની સુવિધા હશે.      
શ્રી દિનશા પટેલે કહ્યું કે ચારુસેટ કેમ્પસમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા શરુ કરવા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી સી. એ. પટેલ દ્વારા મને માહિતી આપવામાં આવી હતી.  યુનિવર્સિટી  કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમતની સુવિધા માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થપાય તે વાતથી મને આનંદ થયો.  નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નામકરણ અંગે રૂ. 1.51 કરોડના દાનની જાહેરાત કરી જે પૈકી  રૂ. 45 લાખનું દાન આપવામાં આવ્યું છે.  
સ્પોર્ટ્સ પ્રત્યે પહેલેથી જ લગાવ ધરાવતા શ્રી દિનશા પટેલે આશા વ્યક્ત કરી હતી કે  અત્યારે યુવાનોની સાથે યુવતીઓ પણ વિવિધ સ્પોર્ટ્સમાં અગ્રેસર છે. ત્યારે ચારુસેટમાંથી વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ લઈ દેશદુનિયામાં નામ રોશન કરશે.  
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શ્રી દિનશા પટેલ દ્વારા ચારુસેટ કેમ્પસને 1.32 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. જેમાં ચારુસેટ યુનિવર્સિટીમાં CSPIT કોલેજમાં શ્રીમતી કુંદનબેન દિનશા પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ચારુસેટ હોસ્પિટલ માટે દિનશા પટેલ જનરલ વોર્ડ, પેશન્ટ વેલ્ફેર ફંડ, ગોલ્ડ મેડલ એન્ડોવમેન્ટ ફંડનો સમાવેશ થાય છે. જેનું ઋણ અદા કરવા  કેળવણી મંડળ દ્વારા દાતા દિનશા પટેલને 22મી જાન્યુઆરી 2022ના રોજ દાનભાસ્કર એવોર્ડ એનાયત કરાયો હતો.
સન 2000થી ચારુસેટ કેમ્પસ સાથે સંકળાયેલા શ્રી દિનશા પટેલે તમામ ચાર સંસ્થાઓના પદાધિકારીઓ સાથે  સહિયારી સમાજ યાત્રા, સહિયારી શિક્ષણ યાત્રા અને સહિયારી સ્વાસ્થ્ય યાત્રામાં સક્રિય ભાગ લીધો છે. તેમણે અન્ય દાતાઓને પણ દાન આપવા પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યા છે. 

 
ચારૂસેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિશેષતા
 
·    રૂ. 8.75 કરોડનો ખર્ચ
·    21880 ચોરસ મીટર /લગભગ પાંચ એકર જમીન
·     કુલ  3 માળનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
·     મલ્ટી પર્પઝ ઇન્ડોર એરેના: વિશાળકાય જગ્યા પર વિવિધ રમતો બાસ્કેટ બોલ, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, બોક્સિંગ, રેસલિંગ, કરાટે, જુડો, કબડ્ડી અને ઇન્ડોર ખો-ખો રમી શકાશે. આ એરેનામાં નેશનલ લેવલ અને ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનીવર્સીટી લેવલની ટુર્નામેન્ટસનું આયોજન થશે.    
·        સ્પોર્ટ્સ ઓફિસ
·        મલ્ટી પર્પઝ રૂમો
·        જીમ્નેશીયમ
·        યોગા એન્ડ મેડીટેશન હોલ
·        સ્પોર્ટ્સ મેડીસીન એન્ડ રીહેબીલીટેશન સેન્ટર
·        દર્શકો માટે સુવિધા
·        વિવિધ સાધનો માટે સ્ટોરેજ
·        લોકર રૂમો અને ચેન્જિંગની સુવિધા         
·        આઉટડોર સ્ટેડીયમ: જેમાં  આઉટડોર સ્પોર્ટ્સ ફૂટબોલ, હોકી, એથ્લેટીક્સ, લોન ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી ખો-ખો રમી શકાશે. સ્ટેડીયમમાં ટર્ફ, રનીંગ ટ્રેક, સ્પેકટેટર સ્ટેન્ડસ, ડે-નાઈટ ટુર્નામેન્ટ માટે લાઈટીંગની સુવિધા
·         સ્વીમીંગ પુલ