matdar-yadi

આણંદ જિલ્લામાં તા. ૨૩ એપ્રિલના રોજ મતદાર યાદી સુધારણા ખાસ ઝુંબેશ યોજાશે

આણંદ જિલ્લામાં તા. ૨૩ એપ્રિલના રોજ મતદાર યાદી સુધારણા ખાસ ઝુંબેશ યોજાશે

તમામ મતદાન મથકો ખાતે બી.એલ.ઓ હાજર રહેશે

તા.૦૧/૦૪/૨૦૨૩ સુધીમાં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા
મતદારો મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે

તા. ૦૧-૧૦-૨૦૨૩ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થવાના હોય
તેવા મતદારો પણ નોંધણી ફોર્મ ભરી શકશે
 

આણંદ,

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી તા. ૨૩ એપ્રિલના રવિવારના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાનાર છે.

જે અન્વયે તા.૨૩-૦૪-૨૦૨૩ ના રવિવારે સવારે ૧૦-૦૦ થી સાંજના ૦૫-૦૦ કલાક સુધી આણંદ જિલ્લાના તમામ ૧,૮૧૦ મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશ યોજાશે. જેમાં મતદાન મથકો ખાતે બી.એલ.ઓ હાજર રહેશે. જેમાં મતદારો તરફ હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત તા.૦૧/૦૪/૨૦૨૩ સુધીમાં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતા મતદારો મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. આ ઉપરાંત જે મતદારોના તા. ૦૧-૧૦-૨૦૨૩ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થવાના હોય તેવા મતદારો પણ નોંધણી ફોર્મ ભરી શકશે, તેમજ voter helpline app, www.nvsp.in અને https://voters.eci.gov.in  ઉપર પણ મતદારો પોતાના નામની નોંધણી કરાવી શકશે.

ચૂંટણી કાર્ડમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર-૬, નામ કમી કરવા માટે ફોર્મ નંબર-૭, નામ, સરનામું, ફોટોગ્રાફ, સંબંધીનું નામ, જન્મ તારીખ, ઉપરાંત રહેઠાણ બદલાયું હોય, જુનાને બદલે નવું એપિક કાર્ડ મેળવવા માટે અને દિવ્યાંજન અંકિત કરવા માટે ફોર્મ નંબર-૮ ભરવાનું રહેશે અને ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવા માટે ફોર્મ નંબર-૬-બી ભરવાનું રહેશે. વધુ માહિતી માટે બુથ લેવલ અધિકારી એટલે કે બી.એલ.ઓ. નો અથવા કચેરી સમય દરમિયાન હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડી. એસ. ગઢવીએ જણાવ્યું છે. 
*****