ઉમરેઠ પંથકને હું અન્યાય થવા નહીં દઉ, પાયાના પ્રશ્નો ઉકેલીને રહીશ-અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર
ઉમરેઠ પંથકને હું અન્યાય થવા નહીં દઉ, પાયાના પ્રશ્નો ઉકેલીને રહીશ-અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર
ઉમરેઠ બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને ઠેર ઠેર અભૂતપૂર્વ આવકાર
આણંદ ટુડે | ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારે આણંદ ટુડે સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ઉમરેઠ મતવિસ્તારમાં અમને ઠેર ઠેર પ્રચંડ જનપ્રતિસાદ મળી રહ્યાો છે. વર્ષોથી ઉમરેઠ પંથકના લોકો પરેશાનીની ગર્તામાં ધકેલાઇ ચૂક્યા છે. અહીંયા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વિકાસના નામે શૂન્યવકાશ જોવા મળ્યો છે. પ્રજાની સમસ્યા દુઃખ આપનારી છે પરંતુ હું ઉમરેઠ મતવિસ્તારને અન્યાય થવા નહીં દઉ. મને જે રીતે લોકો અભૂતપૂર્વ રીતે આવકારી રહ્યાા છે તે બદલ હું ઉમરેઠ મતવિસ્તારના અબાલ વૃદ્ધ સૌને ખરા દિલથી આભાર માનું છું. ઉમરેઠ પંથકના પાયાના પ્રશ્નો ઉકેલીને જ રહી એવી હું પંથકના લોકોને ખાતરી આપું છું. મને વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી પંથકના લોકો ચોક્કસ વિજયી બનાવશે તેવો મને સ્થાનિક લોકો પર પાકો વિશ્વાસ અને ભરોસો છે.