અમૂલ ડેરીનો ઐતિહાસિક નિર્ણય, દૂધ મંડળી ધ્વારા વેચાતા અમૂલ પશુ દાણની ગુણ ઉપર માર્કઅપ વધાર્યું
અમૂલ ડેરીનો ઐતિહાસિક નિર્ણય, દૂધ મંડળી ધ્વારા વેચાતા અમૂલ પશુ દાણની ગુણ ઉપર માર્કઅપ વધાર્યું
માર્કઅપમાં પ્રતિ ગુણ દીઠ રૂપિયા ૩ (ત્રણ)નો વધારો કરાયો, 1લી માર્ચ 2023થી અમલ
આ ઐતિહાસિક નિર્ણયથી આણંદ, ખેડા તથા મહીસાગર જીલ્લાની અંદાજીત ૧૨૦૦થી વધુ દૂધ મંડળીઓને આર્થીક ફાયદો થશે
આણંદ
વિશ્વ વિખ્યાત આણંદ સ્થિત અમૂલ ડેરીની તા.૨૭.૦૨.૨૦૨૩ના રોજ યોજાયેલ નિયામક મંડળની મીટીંગમાં પશુપાલનના વ્યવસાયને વેગ મળે અને તેમને આર્થિક પોષણક્ષમ દૂધના ભાવ મળે તે બાબતે ઘણી ચર્ચા - વિચારણા કરવામાં આવી. જેમાં અમૂલ ડેરી ધ્વારા આપવામાં આવતા પશુ દાણમાં ગુણ દીઠ દૂધ મંડળીને તથા સેક્રેટરીને આપવામાં આવતા માર્કઅપમાં વધારો કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
વધુ માં અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમુલ ડેરીના નિયામક મંડળની તા.૨૭.૦૨.૨૦૨૩ના રોજ યોજાયેલ સભામાં આ ઐતિહાસિક નિર્ણય લીધેલ છે, જે મુજબ તા. ૦૧.૦૩.૨૦૨૩થી અમૂલ ધ્વારા આપવામાં આવતા તમામ પ્રકારના પશુ દાણમાં દૂધ મંડળીના તેમજ સેક્રેટરીને હાલમાં આપવામાં માર્કઅપમાં પ્રતિ ગુણ દીઠ રૂપિયા ૩ (ત્રણ)નો વધારો કરેલ છે. સાથે જ ચેરમેનશ્રીએ જણાવ્યુંકે અમૂલ પશુ દાણની વેચાણ કિંમતમાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં આવેલ નથી.
આ ઐતિહાસિક નિર્ણયથી આણંદ, ખેડા તથા મહીસાગર જીલ્લાની અંદાજીત ૧૨૦૦થી વધુ દૂધ મંડળીઓને આર્થીક ફાયદો થશે તેમજ પશુ દાણના વેચાણને વધુ વેગ મળશે. આ નિર્ણયને કાર્યક્ષેત્રની તમામ દૂધ મંડળીઓએ વધાવેલ છે.