આણંદ જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ મહામંત્રી અને કુશળ રણનીતિકાર-નરેન્દ્રસિંહ પરમારની કોંગ્રેસમાં Entry
આણંદ જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ મહામંત્રી અને કુશળ રણનીતિકાર-નરેન્દ્રસિંહ પરમારની કોંગ્રેસમાં Entry
આણંદ ટુડે I આંકલાવ
વર્ષોથી શિક્ષણ માટે શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓના ઉન્નત ભવિષ્ય માટે તે ઉપરાંત સમાજના વિકાસ માટે કાર્યરત રહેતા. જેને લઇને શિક્ષણ જગતમાં ફ્રેન્ડ,ફિલોસોપર એન્ડ ગાઈડ તરીકે ઓળખ બનાવી ચૂકેલા નરેન્દ્રસિંહ જાલમસિંહ પરમાર કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરતા સક્રિય રાજકારણમાં આવી ગયા છે.
તેમને કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકારી કર્મચારી સેલના આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે.
વર્ષોથી શિક્ષક સંઘમાં કામ કરવાનો અનુભવ છે જેનો લાભ કોંગ્રેસ પાર્ટી ને મળશે આ ઉપરાંત આણંદ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ક્ષત્રિય મતદારો આવેલા છે. અને ક્ષત્રિય સમાજમાં તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનોમાં અને સંગઠનોમાં નરેન્દ્રસિંહ પરમારના સંબંધો ખૂબ ધનિષ્ઠ અને મજબૂત છે.જેને લઈને કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.
આમ આણંદ જિલ્લા કોંગ્રેસમા આવનારા સમયમાં નરેન્દ્રસિંહ પરમાર મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે.
ક્ષત્રિય સમાજમાં અને શિક્ષકોમાં તેમનું ખૂબ પ્રભુત્વ
શિક્ષણ જગતમાં ફ્રેન્ડ,ફિલોસોફર એન્ડ ગાઈડ તરીકે ઓળખાતા નરેન્દ્રસિંહ જાલમસિંહ પરમાર રાજકીય રણનીતિમાં અને સામાજિક બાબતોમાં ખૂબ ઊંડો અભ્યાસ ધરાવે છે.તેમજ ક્ષત્રિય સમાજમાં અને શિક્ષકોમાં તેમનું ખૂબ પ્રભુત્વ છે.જેનો લાભ કોંગ્રેસને મળશે
કોંગ્રેસ પાર્ટીના સંગઠનને વધારે મજબૂત કરવા પ્રયત્ન કરીશ.
કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી મને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ-સરકારી કર્મચારી સેલમાં વરણી કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરૂ છું.ખાસ કરીને કર્મચારીઓના પ્રશ્રેl માં મદદરૂપ થવું અને કોંગ્રેસ પાર્ટી માટે જિલ્લાના ખૂણે ખૂણે ફરી કર્મચારીઓને જાગૃત કરી કોંગ્રેસ પાર્ટીના સંગઠનને વધારે મજબૂત કરવા પ્રયત્ન કરીશ. મને ગોરવ છે કે આઝાદી મળેલ તે પહેલાંની આ પાર્ટીનો હું કાર્યકર છું.-નરેન્દ્રસિહ પરમાર