ચારૂસેટ-ડેપસ્ટાર એડવાન્સ્ડ થ્રેટ ડિટેક્શન એન્ડ મિટિગેશન હેકાથોનમાં પ્રથમ
ચારૂસેટ-ડેપસ્ટાર એડવાન્સ્ડ થ્રેટ ડિટેક્શન એન્ડ મિટિગેશન હેકાથોનમાં પ્રથમ
આ ઇવેન્ટમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરતી કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો.
સમગ્ર DEPSTAR, CHARUSAT પરિવારે ક્રીશ મેવાવાલા અને તેમની ટીમને આ નોંધપાત્ર સિદ્ધિ માટે અભિનંદન આપ્યા
ચાંગા
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ (DEPSTAR) ના B. Tech (CE) સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી ક્રિશ મેવાવાલાએ તેની ટીમના સભ્યો સાથે પ્રતિષ્ઠિત એડવાન્સ્ડ થ્રેટ ડિટેક્શન એન્ડ મિટિગેશન હેકાથોનમાં પ્રથમ ઇનામ અને રૂ. 10,000 નો રોકડ પુરસ્કાર જીતી નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT) દ્વારા આયોજિત હેકાથોનમાં દેશભરના ટોચના ટેક ઉત્સાહીઓ અને સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. જે સાયબર સુરક્ષા અને ડીપ લર્નિંગના ફિલ્ડમાં સર્જનાત્મકતા અને સમસ્યાના નિરાકરણને પ્રોત્સાહન આપે છે. આ ઇવેન્ટમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરતી કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો.
ક્રિશની ટીમે એક એડવર્સરીયલ ટ્રેનિંગ સિસ્ટમ વિકસાવી છે, જે AI મોડલ્સને FGM, PGD, CarliniL2 અને ડીપફૂલ જેવા હુમલાઓ સામે જનરેટ કરીને તાલીમ આપીને સુરક્ષિત રાખે છે. AI સુરક્ષા વધારવા માટેના તેમના નવીન અભિગમને કારણે તેમને હેકાથોનમાં તેમના પ્રોજેક્ટ માટે પ્રથમ પુરસ્કાર મળ્યો હતો.
એડવાન્સ્ડ થ્રેટ ડિટેક્શન અને મિટિગેશન હેકાથોનમાં કોડિંગ ચેલેન્જ અને રીયલ-વર્લ્ડ સમસ્યા-નિવારણ કાર્યોની સીરીઝ દર્શાવવામાં આવી હતી, જેમાં સ્પર્ધકોએ ટેકનીકલ સ્કીલ, ટીમ વર્ક અને નવીન વિચારસરણી દર્શાવવાની જરૂર હતી. 8 કલાકની સ્પર્ધા પછી ક્રિશ મેવાવાલા અને તેમની ટીમ વિરોધી હુમલાઓ માટે AI મોડલ્સની નબળાઈને દૂર કરી અસાધારણ ઉકેલ દર્શાવ્યા હતા અને પ્રથમ આવી હતી. આ હુમલાઓમાં ઇનપુટ્સમાં કાળજીપૂર્વક ઘડવામાં આવેલા ફેરફારોનો સમાવેશ થાય છે જે મોડલને ખોટી આગાહી કરવા માટે છેતરે છે, જેનાથી વિશ્વસનીયતા અને સુરક્ષા સાથે સમાધાન થાય છે.
સમગ્ર DEPSTAR, CHARUSAT પરિવારે ક્રીશ મેવાવાલા અને તેમની ટીમને આ નોંધપાત્ર સિદ્ધિ માટે અભિનંદન આપ્યા છે. જે યુવા પ્રતિભાને સંવર્ધન કરવા અને આ પ્રકારના પ્રતિષ્ઠિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા સંસ્થા અને યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.