ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી (સી.વી.એમ.યુ) નો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો
ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી (સી.વી.એમ.યુ) નો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો
પદવીદાન સમારોહ 4 પીએચડી ડિગ્રી ,63 ગોલ્ડ મેડલ, 655 સ્નાતક ડિગ્રી, 735 અનુસ્નાતક ડિગ્રી સહીત કુલ 1394 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત
તમને મળેલી તકોનો ઉપયોગ કરો અને તમારી શક્તિને સારા માર્ગે વાળો -પંકજ પટેલ
સરદાર પટેલે આપેલી પ્રેરણા થકી આ સંસ્થા અને યુનિવર્સીટીએ નિરંતર વિકાસ કર્યો છે-ભીખુભાઇ પટેલ
આ પદવીદાન સમારંભ માં L&T ના શ્રી એ એમ નાઈક ને માનદ ડિગ્રી D.Sc એનાયત કરાઈ
આણંદ
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત સી.વી.એમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ મંગળવારના રોજ યોજાયો. પદવીદાન સમારોહની શરૂઆત CVMU NCC યુનિટ અને SRPF બેન્ડ ટીમ સાથે યુનિવર્સીટી ના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર મેડમ અગ્નેશ્વરી અઢિયા, પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઇ પટેલ, અન્ય બોર્ડ મેમ્બર્સ, મુખ્ય મેહમાનો અને ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સીટી થી શાસ્ત્રી મેદાન ખાતેના મુખ્ય સામિયાણા સુધી ફ્લેગ માર્ચ સાથે પરેડ કરવામાં આવી. ત્યાર બાદ સુંદર પ્રાર્થના અને દીપપ્રાગટ્ય દ્વારા સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોનીએ ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો જેમાં મુખ્ય મેહમાન શ્રી પંકજ પટેલ, Zydus Lifescience ના ચેરમેન તથા IIMA ના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરપર્સન, CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઇ પટેલ, L&T ના Representative તરીકે શ્રી યોગીશ્રી રામ, Group HR & Consultant L&T, CVMU ગવર્નિંગ બોડી, બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સભ્યો અને અન્ય CVM ના હોદ્દેદારો સાથે યુનિવર્સીટી ની વિવિધ આઠ જેટલી ફેકલ્ટી ના ડીન, ઘટક કોલેજો ના પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપક ગણ ઉપસ્થિત રહ્યા હતા.
ડો. હિમાંશુ સોનીએ New India Young India સંદર્ભે CVM યુનિવર્સિટીની પહેલની વાત કરી અને યુનિવર્સિટીનો શૈક્ષણિક ઇતિહાસ રજુ કર્યો હતો. સાંપ્રત સફળતાઓ પ્રસ્તુત કરી આગામી યોજનાઓની વાત કરી હતી. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એજ્યુકેશન, ફાર્મસી, આર્કિટેક્ચર વિભાગના ડીનશ્રી દ્વારા ડિગ્રી મંજૂર કરવાની અરજી કરી હતી.
રજીસ્ટ્રાર મેડમ અગનેશ્વરી અઢિયા દ્વારા મેડલ અને ડિગ્રી લેનાર સર્વને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમણે વિષયવાર અને વિભાગવાર ડિગ્રીઓ અને તેની સંખ્યાઓની રજૂઆત કરી હતી. શરૂઆતમાં શ્રી પંકજ પટેલના હસ્તે ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સીટી પ્રેરિત 4 પીએચડી ડિગ્રી અને 63 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. તથા પ્રેસિડેન્ટશ્રી ભીખુભાઇ પટેલના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આમ પદવીદાન સમારોહ પ્રસંગે કુલ 655 સ્નાતક ડિગ્રી, 735 અનુસ્નાતક ડિગ્રી સહીત કુલ 1394 વિદ્યાર્થીઓ ને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ પદવીદાન સમારંભ માં L&T ના શ્રી એ એમ નાઈક ને માનદ ડિગ્રી D.Sc એનાયત કરવામાં આવી, તેઓ શ્રીએ કરેલા યોગદાન માટે CVMU તરફથી આ એક વિશિષ્ઠ બહુમાન આપવામાં આવ્યું તેમની નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહી શક્યા નહોતા. તેથી તેમણે વિડીયો મેસેજ મોકલીને શુભકામનાઓ આપી હતી. અને સન્માન માં મળનારી માનદ ડોક્ટરેટ ડિગ્રી તેમના વતી શ્રી યોગીશ્રી રામ, દ્વારા લેવા માં આવી હતી.
શ્રી પંકજ પટેલે સમારોહનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે... પદવીદાન એ વિધાર્થીઓ, વાલીઓ અને સમાજ માટે એક મહત્વનો પ્રસંગ હોય છે. “આ તમારો દિવસ છે. સ્પોટ લાઈટ તમારા પર છે.. એટલે તમે તમારા માટે, સમાજ અને દેશ માટે કંઈક કરશો એવી આશા રાખું છું..તમને મળતી સગવડો.. વાતાવરણ અને ટેલેન્ટનો ઉપયોગ કરી દેશને આગળ લઇ જાઓ..”ત્રણ માતા તમારા માટે બહુ પૂજનીય છે, એક જન્મ આપનારી મા, સરસ્વતી મા અને ભારત માતા. તમને મળેલી તકોનો ઉપયોગ કરો. તમારી શક્તિને સારા માર્ગે વાળો” આ પ્રસંગે શ્રી પંકજ પટેલને સંસ્થા તરફથી મોમેન્ટો એનાયત થયો હતો.
અંતમાં અધ્યક્ષ ભીખુભાઇ પટેલે આશીર્વચન આપતાં કહ્યું હતું કે “સરદાર પટેલે આપેલી પ્રેરણા થકી આ સંસ્થા અને યુનિવર્સીટીએ નિરંતર વિકાસ કર્યો છે, તમે પ્રોડક્શન અને સર્વિસથી ભારતની ઇકોનોમીને આગળ વધારો. ફર્સ્ટ નેશન ની લાગણીથી આગળ વધો”. અંતે રજીસ્ટ્રાર મેડમ અગ્નેશ્વરી અઢિયાએ સૌનું આભારદર્શન કર્યું હતું. અને પદવીદાન સમારોહની સમાપ્તિની ઘોષણા કરી હતી.
ત્યારબાદ બપોર પછી વિવિધ કોલેજના ઓડિટોરિયમ ખાતે દરેક વિદ્યાર્થીઓ માટે ઓનસ્ટેજ ડિગ્રી એનાયત કરવાનું આયોજન કરાયું હતું. જેમાં કોમર્સ મેનેજમેંટ અને લૉ ફેકલ્ટીની ડિગ્રી બીજેવીએમ કોલેજ ખાતે, સાયન્સ ફેકલ્ટીની ડિગ્રી શાસ્ત્રીમેદાનના મુખ્ય શમિયાણા ખાતે, એજ્યુકેશન, એન્જીનિયરીંગ, ફાર્મા સ્યુટિકલ સાયન્સ અને આર્કિટેક્ચર ફેકલ્ટીની ડિગ્રી સેમકોમ કોલેજ ખાતે, તથા આર્ટ્સ ફેક્લ્ટીની ડિગ્રી બીવીએમ ઓડિટોરિયમ ખાતે એનાયત કરવામાં આવી હતી.