આણંદ જિલ્લામાં ૦૮ વાહન ચાલકોના ડ્રાઈવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા
આણંદ જિલ્લામાં ૦૮ વાહન ચાલકોના ડ્રાઈવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા
ત્રણ કે વધુ વખત ટ્રાફિક નિયમોનું ભંગકરતા આરટીઓ દ્વારા લેવાયો નિર્ણય
ટ્રાફિકના નિયમોનું પાલન કરવા આરટીઓ અધિકારી દ્વારા કરાયો અનુરોધ
આણંદ,
મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૫-૨૦૬ (૪) અન્વયે ત્રણ કે વધુ વખત ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકોના ડ્રાઈવીંગ લાયસન્સ મોકુફ/રદ થવા પાત્ર થાય છે.
આણંદ જિલ્લાના વાહનો ચલાવતા લોકોએ ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા આરટીઓ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લાના દ્વિ-ચક્રી વાહનો જેવા કે મોટર સાયકલ, સ્કૂટર, સ્કૂટી, એક્ટીવા વગેરે ચલાવતી વખતે હેલ્મેટ નહી પહેરનારા કુલ ૦૮ જેટલા વાહન ચાલકો કે જેઓને ત્રણ કે તેથી વધુ વખત ઈ-મેમો ઈસ્યુ થયેલ છે, જેની વિરૂધ્ધ ધારાધોરણ મુજબ વાહન ચાલકનું વાહન ચલાવવા અંગેનું આર.ટી.ઓ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ ડ્રાઈવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યુ છે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
-૦-૦-૦-