IMG-20230905-WA0010

આંકલાવમાં શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા માટે સતત કાર્યશીલ-ઈશ્વરલાલ પ્રજાપતિ

આંકલાવમાં  શિક્ષણ અને  શિક્ષણની ગુણવત્તા માટે સતત કાર્યશીલ-ઈશ્વરલાલ પ્રજાપતિ

બાળકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહેતા ઈશ્વરલાલ  પ્રજાપતિને શ્રેષ્ઠ અને ઉત્તમ શૈક્ષણિક કામગીરી કરવા બદલ 2020માં આણંદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા.


આણંદ ટુડે
આજે આપણે વાત કરી રહ્યા છીએ એવા શિક્ષકની જેઓ હમેશા શિક્ષણ અને  શિક્ષણની ગુણવત્તા માટે સતત કાર્યશીલ છે, તેઓનું નામ આણંદ જિલ્લા શિક્ષણ સમાજ અને આંકલાવ તાલુકાના શિક્ષણમાં  પોતાની આગવી ઓળખ ધરાવે છે એવા ઈશ્વરલાલ પ્રજાપતિ, જેઓ બીઆરસી કો-ઓર્ડિએટર આંકલાવ તરીકે કાર્યરત છે.  
સતત બાળકો માટે ચિંતન કરનાર અને હંમેશા બાળકોનું  હિત વિચારનાર, બાળકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહેતા    ઈશ્વરલાલ કે પ્રજાપતિ બી.આર.સી.સી આંકલાવ જેઓને શ્રેષ્ઠ અને ઉત્તમ શૈક્ષણિક કામગીરીને પરિણામે તેઓને 2020માં આણંદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવાજવામાં આવેલ હતા. તેઓના શૈક્ષણિક સફરની શરૂઆત વર્ષ 1999માં પ્રાથમિક શાળા, ખડોલ(હ)માં થઈ હતી. જ્યાં પણ તેઓએ ગ્રામ્ય વિસ્તારના બાળકો શાળાએ આવતા થાય, કન્યા કેળવણી શિક્ષણ, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શનમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. 
     એપ્રિલ 2017માં બી.આર.સી કો-ઓર્ડીનેટર આંકલાવ તરીકે નિયુક્ત થયા બાદ તેમની પ્રાથમિકતા માત્ર અને માત્ર આંકલાવ તાલુકાના તમામ બાળકોનો  શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ થાય તે જ છે. તેઓ હંમેશા બાળકો માટે જ વિચારે છે, તેમનો મુખ્ય ધ્યેય બાળકનો વિકાસ થાય,બાળકો સ્વાવલંબી બને, સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે સાથે સાથે દિવ્યાંગ બાળકોને પણ સમાન તક પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. તેઓ માને છે કે શિક્ષણ તો બાળકેન્દ્રી હોવું જોઈએ જેથી બાળકનો શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ થાય અને બાળક સ્વાવલંબી બને. બી.આર.સી કો-ઓર્ડીનેટર બન્યા બાદ તેઓએ દિવ્યાંગ બાળકો માટે સતત નિરંતર અથાગ પ્રયત્ન કરેલ છે. દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને તેઓને પણ સમાન તક મળી રહે તે હેતુથી દિવ્યાંગ બાળકો માટે રિસોર્સ રૂમ કાર્યરત છે, જેમાં તેઓ દિવ્યાંગ બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. દિવ્યાંગ બાળકો પણ વિવિધ તહેવારો ખુબ ઉત્સાહથી ઉજવે છે અને તેમને પણ સમાજમાં ચોક્કસ સ્થાન પ્રાપ્ત થાય તે હેતુસર રિસોર્સ રૂમમાં વિદ્યાર્થીઓને વિશેષ શિક્ષક થકી તેઓને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે, જેવી કે રાખડી બનાવવી, દિવાળી કાર્ડ બનાવવા, રંગોત્સવની ઉજવણી તથા વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગ બાળકો ઉત્સાહથી ભાગ લેતા થાય તે હેતુથી તેઓને સાથે રાખીને ઉજવણી કરવામાં આવે છે. આ બાળકો દ્વારા બનાવેલ દિવાળી કાર્ડ, અને રાખડી સ્થાનિક સ્વરાજ્ય થી લઈ મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી જિલ્લા અધિકારીશ્રીઓને રાખડી બાંધવી અને રાખી કાર્ડ આપવા. દિવાળીના તહેવાર નિમિત્તે દિવાળી કાર્ડ બનાવવા, દીવા બનાવવા અને આ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપણા દેશના પ્રધાનમંત્રી થી લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ નિયામક અને જિલ્લા પદાધિકારીઓને શુભેચ્છા સ્વરૂપે આપવામાં આવે છે. આ વિવિધ પ્રવૃત્તિઓનો એકમાત્ર હેતુ દિવ્યાંગ બાળકોને સમાજમાં સ્થાન મળી રહે, સમાજમાં જાગૃતિ આવે, બાળકોની માનસિક સ્થિતિમાં હકારાત્મક અભિગમ બને અને તેઓને સમાન હક પ્રાપ્ત થાય તે જ છે. બીઆરસીસી આંકલાવ દ્વારા આ પ્રવૃત્તિઓનું જાતે નિરીક્ષણ અને પરીક્ષણ કરવામાં આવે છે. દિવ્યાંગ બાળકોને રમતગમત, ખેલ મહાકુંભમાં પણ સ્થાન અપાવવા માટે તેઓ અથાગ પ્રયત્ન કરે છે. માત્ર દિવ્યાંગ બાળકો જ નહીં પરંતુ આંકલાવ તાલુકાનું શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને શૈક્ષણિક ગુણવત્તા ઉત્તરોત્તર વધતી જાય તે હેતુથી તેઓ આંકલાવ તાલુકાની શાળાઓની મુલાકાત લે છે, શાળાના શિક્ષકોને નિયમિત માર્ગદર્શન પૂરું પાડે છે, રાજ્ય સરકાર દ્વારા થતા વિવિધ પરિપત્રો, વિવિધ ઉજવણી અને નવીન વિચારોથી શિક્ષકોને અવગત કરે છે. શિક્ષણના નવા આયામોથી શિક્ષકોને નિરંતર માહિતગાર કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન ઉજવણીના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ તથા માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર સાહેબ, માન. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી રતનકુંવર ગઢવીચારણ સાહેબ, શિક્ષણ નિયામક એમ. આઈ જોશી સાહેબ અને જિલ્લા પદાધિકારીઓ ઓને દિવ્યાંગ બાળકો સાથે લઈને રક્ષાબંધન પર્વની રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવી હતી. જેનાથી દિવ્યાંગ બાળકોમાં આ ઉજવણીથી ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુણોત્સવ 2.0માં પણ આંકલાવ તાલુકાની શાળાઓ ગ્રીન ઝોનમાં આવે અને એ ગ્રેડ પ્રાપ્ત કરે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. કલા ઉત્સવ હોય કે કલા મહાકુંભ દરેક રાજ્ય સરકારની સ્પર્ધાઓમાં આકલાવ તાલુકાના બાળકો પાછળ ન રહી જાય અને ખૂબ જ ઉત્સાહથી ભાગ લે તેનું તેઓ સતત ધ્યાન રાખે છે. કલા ઉત્સવ અને કલા મહાકુંભમાં પણ આંકલાવ તાલુકાના બાળકો રાજ્યકક્ષા સુધી પહોંચી શક્યા છે જે બીઆરસી આંકલાવની મહેનતનું પરિણામ છે