આગામી લોકસભા ચૂંટણી જંગ જીતવા કોંગ્રેસની કવાયત શરૂ
આગામી લોકસભા ચૂંટણી જંગ જીતવા કોંગ્રેસની કવાયત શરૂ
આણંદ ખાતે આણંદ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ
જિલ્લા અને તાલુકા કક્ષાએ સંગઠન મજબૂત કરવા અને મતદારોને કોંગ્રેસ તરફી લાવવા પક્ષના કાર્યકરોને હાકલ કરી ચૂંટણીની તૈયારીઓ માટેનું જરૂરી માર્ગદર્શન અપાયું
આણંદ ટુડે I આણંદ
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આણંદ જિલ્લાની સાત વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી માટેની આગોતરી કસરત શરૂ કરી દેવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે.ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાના સંગઠનને વધારે મજબૂત અને સક્ષમ કરવા માટે કમર કસી રહ્યું છે. એવી જ રીતે આણંદ જિલ્લામાં યુથ કોંગ્રેસને મજબૂત કરવા માટે આણંદમાં આણંદ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મિટિંગનું આયોજન કરાયું હતું .જેમાં તાલુકા અને શહેર યુથ કોંગ્રેસના હોદ્દેદારોની પણ નિમણુંક કરવામાં આવી હતી.
આણંદ ખાતે યોજાયેલી આ બેઠકમાં આણંદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રવક્તા સંજય સિંહ રાજે જણાવ્યું હતું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીજી, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ ના નેતા અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન મુજબ જિલ્લા યુથ કોંગ્રેસની યુથ જોડો બુથ જોડો કાર્યક્રમ અંતર્ગત કારોબારી મિટિંગ યોજાઈ. જેમાં IYC ના મંત્રી અને GPYC ના પ્રભારી રાજેશ શિન્હા જી, GPYC ના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાજી, IYC કો. ડીનેટર પવન મજેઠીયાજી, GPYC ના મહામંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી ધીરજ શર્મા જી, આણંદ વિધાનસભા યુથ પ્રમુખ મહર્ષિભાઈ પટેલ, પેટલાદ વિધાનસભા યુથ પ્રમુખ દિવ્યરાજસિંહ સોલંકી, સોજીત્રા વિધાનસભા યુથ પ્રમુખ નિકુલસિંહ પરમાર, ખંભાત વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ સોલંકી, આંકલાવ વિધાનસભા પ્રમુખ સંજયભાઈ રાજ, ઉમરેઠ વિધાનસભા પ્રમુખ પૃથ્વીરાજસિંહ ચૌહાણ, તાલુકા અને શહેર યુથ કોંગ્રેસ ના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા.