1613024334congress1

મતદારોને રીઝવવા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

ચૂંટણી ઢંઢેરો

કોંગ્રેસે કરી વચનોની લ્હાણી,

10 લાખ યુવાનોને રોજગારી અને ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ કરવાનો વાયદો

જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત

ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે.

ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં 'જનતાની સરકાર'ના નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે.કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં મોંઘવારી, રોજગાર, શિક્ષા, આરોગ્ય, ખેડૂત, કૃષિ, જમીનનો કાયદો, સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓ સહિતના તમામ મુદ્દાઓને આવરી લીધા છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દાઓ

-10 લાખ યુવાનોને રોજગારી આપવાનો વાયદો

-ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવુ માફ કરવાનો વાયદો

-500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો વાયદો

-300 યુનિટ મફત વીજળી આપવાનો વાયદો

-ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન પર પ્રતિબંધનો વાયદો

-વર્તમાન શિક્ષણ ફી સ્થગિત કરી તાત્કાલીક ફીમાં ૨૦ ટકાનો કરાશે ઘટાડો

-લમ્પીથી મૃત્યુ પામેલા ગૌમાતાના પાલકને વળતર-સહાય

-પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમનનો વાયદો

-વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તેવા પ્રયાસ હાથ ધરાશે

-ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં શરત વિના ગટર, પાણી, વિજળીની સુવિધા
-વસ્તી મુજબ શૌચાલયની વ્યવસ્થા

-શિક્ષણ અને આરોગ્યના વ્યાપારીકરણ પર રોકનો વાયદો

-પંચાયતના તમામ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી

-કાયમી અનામત આયોગની રચનાનો વાયદો

-વિધવા, વૃદ્ધ, એકલ નારી અને જરૂરિયાતમંદ મહિલાને મહિને રૂ.૨૦૦૦નું ભથ્થું

-સિરામિક ઉદ્યોગ, કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર

-બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચર અને બારમાસી બંદરોનો વિકાસ

-મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે

-કેજીથી પીજી સુધી 20 હજાર રૂપિયાની શિષ્યવૃતિ

-સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવા માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા

-ખેત પેદાશના પોષણક્ષણ ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિ

-કામધેનુ ગૌસંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ ૧ હજાર કરોડનું બજેટ

-માછીમારો માટે માછીમાર વિકાસ નિગમની પુન: રચના કરાશે

-શ્રમિકોને સમાનકામ અને સમાન વેતનનો લાભ મળશે

-પીએફ, ઈએસઆઈ અને બોનસનો લાભ અપાશે

-શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના નામનુ મળશે ઘરનું ઘર

-પંચાયતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરાશે

-વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટાચાર નિવારણ કાયદો લવાશે

-પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવાનો વાયદો