IMG_20240603_103052

ભોઈ સમાજનું ગૌરવ

પ્રાથમિક શિક્ષક શાંતિલાલ ભોઈને ભારતના પદ્મશ્રી વિજેતાના હસ્તે શિક્ષા રત્ન એવોર્ડ-૨૦૨૪ એનાયત

પ્રાથમિક શિક્ષક શાંતિલાલ ભોઈને ભારતના પદ્મશ્રી વિજેતાના હસ્તે શિક્ષા રત્ન એવોર્ડ-૨૦૨૪ એનાયત 

જાયંટસ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા “ગુજરાત ગૌરવ પુરસ્કાર-૨૦૨૪” પણ એનાયત 

આણંદ ટુડે | આણંદ
ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની ગોરા (નપુવ) શાળાના આચાર્યશ્રીને તેમની ઉચ્ચત્તમ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઇનોવેશન તેમજ શાળા અને શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે કરેલ વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાને લઈ ગ્લોબલ સ્કોલર્સ ફાઉન્ડેશન દ્વારા ભારતના પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. વિજયકુમાર શાહના વરદ હસ્તે ભારતીય "શિક્ષા રત્ન - 2004" એનાયત કરવામાં આવ્યો હતો. જે ગુજરાતના લાખો પ્રાથમિક શિક્ષકો માટે ગૌરવની વાત છે. આ એવોર્ડ કાર્યક્રમમાં દરેક ક્ષેત્રના એવોર્ડને વિવિધ કેટેગરીમાં વિભાજીત કરી ગ્લોબલ સ્કોલર્સ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન યશદા એડોટેરિયમ પુના, મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યમાંથી પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, વ્યાખ્યાતાઓ તેમજ વિવિધ ક્ષેત્રોના પ્રતિભાવંત વ્યક્તિઓએ પોતાના શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે રાષ્ટ્રીય ક્ષેત્રે કરેલ અદ્વિતીય સેવા, પ્રવૃત્તિઓ, બદલ લગભગ 40 જેટલી પ્રતિભાવંત વ્યક્તિઓને આ કાર્યક્રમમાં વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. 

ગોરા (.પુ..) પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનેગુજરાત ગૌરવ પુરસ્કાર-૨૦૨૪એનાયત કરવામાં આવ્યો.

ગુજરાત ગૌરવ સન્માન પુરસ્કાર - 2024 કાર્યક્રમ જાયંટસ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ કલોલ ખાતે યોજાઈ ગયો. ગુજરાત ગૌરવ સન્માન નર્મદા જિલ્લાના ઘોડેશ્વર તાલુકાની ગોરા (નપુવ) પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શાંતિલાલ કોદરભાઈ ભોઈને ડિજિટલ શિક્ષણ, ઇનોવેશન, તેમજ શાળા અને શાળાના વિદ્યાર્થીઓના વિકાસ માટે કરવામાં આવતી ઉચ્ચતમ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ગુજરાત ગૌરવ સન્માન પુરસ્કાર મદદનીશ શિક્ષણ સચિવ શ્રી પુલકીત જોશી તેમજ સાંડસુર તખુભાઈ ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો જે પ્રાથમિક શિક્ષણ માટે ગૌરવ સમાન છે.