ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં 'જનતાની સરકાર'ના નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે.કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં મોંઘવારી, રોજગાર, શિક્ષા, આરોગ્ય, ખેડૂત, કૃષિ, જમીનનો કાયદો, સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓ સહિતના તમામ મુદ્દાઓને આવરી લીધા છે.
-10 લાખ યુવાનોને રોજગારી આપવાનો વાયદો
-ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવુ માફ કરવાનો વાયદો
-500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો વાયદો
-300 યુનિટ મફત વીજળી આપવાનો વાયદો
-ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન પર પ્રતિબંધનો વાયદો
-વર્તમાન શિક્ષણ ફી સ્થગિત કરી તાત્કાલીક ફીમાં ૨૦ ટકાનો કરાશે ઘટાડો
-લમ્પીથી મૃત્યુ પામેલા ગૌમાતાના પાલકને વળતર-સહાય
-પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમનનો વાયદો
-વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તેવા પ્રયાસ હાથ ધરાશે
-ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં શરત વિના ગટર, પાણી, વિજળીની સુવિધા
-વસ્તી મુજબ શૌચાલયની વ્યવસ્થા
-શિક્ષણ અને આરોગ્યના વ્યાપારીકરણ પર રોકનો વાયદો
-પંચાયતના તમામ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી
-કાયમી અનામત આયોગની રચનાનો વાયદો
-વિધવા, વૃદ્ધ, એકલ નારી અને જરૂરિયાતમંદ મહિલાને મહિને રૂ.૨૦૦૦નું ભથ્થું
-સિરામિક ઉદ્યોગ, કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર
-બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચર અને બારમાસી બંદરોનો વિકાસ
-મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે
-કેજીથી પીજી સુધી 20 હજાર રૂપિયાની શિષ્યવૃતિ
-સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવા માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા
-ખેત પેદાશના પોષણક્ષણ ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિ
-કામધેનુ ગૌસંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ ૧ હજાર કરોડનું બજેટ
-માછીમારો માટે માછીમાર વિકાસ નિગમની પુન: રચના કરાશે
-શ્રમિકોને સમાનકામ અને સમાન વેતનનો લાભ મળશે
-પીએફ, ઈએસઆઈ અને બોનસનો લાભ અપાશે
-શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના નામનુ મળશે ઘરનું ઘર
-પંચાયતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરાશે
-વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટાચાર નિવારણ કાયદો લવાશે
-પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવાનો વાયદો