WhatsApp Image 2023-10-06 at 12

મારી માટી, મારો દેશ અભિયાનમાં આણંદના સાંસદ,ધારાસભ્ય સહિત નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયાં.

માતૃભૂમિને સમર્પિત "મારી માટી, મારો દેશ" ઝુંબેશને આણંદ જિલ્લામાં અભૂતપૂર્વ પ્રતિસાદ 

"મારી માટી, મારો દેશ" અભિયાનમાં આણંદના સાંસદ,ધારાસભ્ય સહિત નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયાં.

"મારી માટી - મારો દેશ" અભિયાન અંતર્ગત અઢી લાખથી વધુ ગામોની માટીમાંથી દિલ્હીમાં થશે અમૃતવાટિકાનું નિર્માણ

આણંદ ટુડે I આણંદ
'આઝાદી કા અમૃત મહોત્સવ'ને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ગુજરાત સહિત ભારતભરમાં 'મારી માટી, મારો દેશ' અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ અભિયાન અંતર્ગત આણંદ વિધાનસભાના કરમસદ શહેરમાં ઘરે ઘરે જઇ ચપટી માટી તથા ચોખા એકઠા કરવામાં આવ્યા. આ કાર્યક્રમ માં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી જગતભાઈ પટેલ, કરમસદ શહેર સંગઠન પ્રમુખ શ્રી સુનિતભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રી દિલીપભાઈ પટેલ, સહિત શહેર સંગઠન પદાધિકારીઓ અને પૂર્વ કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પેટલાદ વિધાનસભાના ધોબીકુઈ ગામે  મારી માટી મારો દેશ અંતર્ગત શ્રી રણછોડરાયજી મંદિરના ચોકમાં રોપેલ તુલસી ક્યારા માંથી માટી લઈ ધોબીકુઈ ગામે થી અભિયાનની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી કૈલાસબેન પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રી રિપલબેન પટેલ, શ્રી અલ્પીતભાઈ પટેલ સહિત સ્વામિનારાયણ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.
બોરસદ વિધાનસભાના સારોલ ગામે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ મિતેષભાઈ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી, ગામના સરપંચશ્રી નટુભાઈ જાદવ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગામના આગેવાન તેમજ શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
માતૃભૂમિને સમર્પિત આ ઝુંબેશ હેઠળ દેશભરની તમામ એટલે કે, ૨.૫ લાખથી વધુ ગામની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃત વાટિકા નું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ અને સાથે જ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરસપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.