મિલ્ક સીટી આણંદમાં ચેટીચાંદ પર્વની ઉજવણી કરાશે,ભગવાન ઝૂલેલાલની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે
મિલ્ક સીટી આણંદમાં ચેટીચાંદ પર્વની ઉજવણી કરાશે,ભગવાન ઝૂલેલાલની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે
સિંધી સમાજ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન , નવા વર્ષની શુભકામનાઓ સાથે ઉત્સવની કરાશે ભવ્ય ઉજવણી
આણંદ
સમગ્ર સિંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાનની જન્મજયંતિ નિમિતે ઠે૨-ઠે૨ વિવિધ કાર્યક્રમોના આયોજન ક૨વામાં આવ્યા છે. આ ઉત્સવને લઈ સિંધી સમાજમાં ભા૨ે ઉત્સાહનો માહોલ છવાયો છે.
આ ઉજવણીના ભાગરૂપે આણંદ શહેરમાં આજે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભગવાન ઝૂલેલાલના અવતાર દિવસ અને સિંધી સમાજના નવા વર્ષ નિમિતે શ્વેત નગરી આણંદમાં બપોર બાદ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. મંદિરોમાં જ્યોત પ્રાગટય, નદીમાં પુજાપાઠ, સામુહિક જમણવાર, સમાજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. સિંધી સમાજના ભાઈ બહેનો એકબીજાને નવાવર્ષની શુભકામનાઓ આપીને આ પર્વને રંગે ચંગે ઉજવણી કરશે
સિંધી સમાજના પવિત્ર પર્વ ચેટીચાંદ નિમિત્તે આજે તારીખ 23/3/2023 ગુરૂવાર ના રોજ આણંદ શહેરમાં બપોરે 3.00 કલાકે ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રાનો પ્રારંભ શ્રી ગુરુનાનક સોસાયટી ખાતેથી થશે. ત્યાંથી આ શોભાયાત્રા સાંઈ ટેઉંરામ મંદિર , ઝૂલેલાલ સોસાયટી,ડાહ્યાભાઈ પાર્ક, ભગતસિંહ ચોક ,અંબિકા ચોક,નવા બસસ્ટેન્ડ,બેઠક મંદિર , ગામડીવડ, આણંદ નગરપાલિકા સદન ,ગોપાલ ચાર રસ્તા સરકારી દવાખાના રેલવે ગોદી થી જવાહરનગર સોસાયટીએ પહોંચશે.જ્યાં આ શોભાયાત્રાની
પુણાહુતિ કરાશે.આ શોભાયાત્રામાં સિંધી સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો સૌ કોઈ ઉત્સાહભેર જોડાશે
સિંધી સમાજના આરાધ્ય દેવ ઝુલેલાલના જન્મદિન ચૈત્ર સુદ બીજને ચેટીચાંદ નિમિત્તે સમાજ દ્વારા શોભાયાત્રા સહિત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે.
સાંઈ ઉદેરોલાલ, જે ઝુલેલાલ તરીકે પ્રખ્યાત છે
ચેટીચાંદ ઘણા નામોથી ઓળખાય છે:તે સાંઈ ઉદેરોલાલ અથવા ઝુલેલાલના જન્મદિવસની ઉજવણી છે. આ દિવસે જળ દેવતા, વરુણ દેવતાએ સિંધીઓના રક્ષણ માટે સાઈ ઉદેરોલાલ તરીકે અવતાર લીધો હતો. જળ દેવ. સાંઈ ઉદેરોલાલ, જે ઝુલેલાલ તરીકે પ્રખ્યાત છે. તેમના જન્મદિવસના માનમાં આ તહેવાર ચેટીચાંદ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારને 'ઝુલેલાલ જયંતિ' તરીકે પણ ઓળખવામાં આવે છે. અનુયાયીઓ આ દિવસને 'ચાલીહો સાહિબ' તરીકે ઓળખે છે. તેના નામથી પણ ઓળખાય છે.
ભગવાન ઝુલેલાલનો જન્મ કેવી રીતે થયો જાણો
મિરાખશાહ નામના મુસ્લિમ રાજાએ સિંધ પ્રદેશ પર શાસન કર્યું ત્યારે તેણે ધર્મ પરિવર્તન શરૂ કર્યું. રાજાના જુલમથી પરાજિત, લોકોએ ભગવાન વરુણને પ્રાર્થના કરી. ભગવાન વરુણ પ્રત્યેની તેમની સાચી ભક્તિથી ખુશ થઈને, ભગવાન વરુણે માછલી પર બેસીને તેમના દિવ્ય દર્શન આપ્યા અને ઠેકડી ઉડાડતા નગરવાસીઓની સમસ્યાઓ સાંભળી. દેવતાએ કહ્યું કે ભક્તો, જરાય ગભરાશો નહીં, હું તમને મદદ કરવા માટે નસરપુરમાં મારા ભક્ત રતનરાયના ઘરે માતા દેવકીના ગર્ભમાંથી જન્મ લઈશ. વચન મુજબ રતનરાયના ઘરે વરુણ દેવનો જન્મ થયો. આ પછી મીરાખશાહનો આતંક ખતમ થઈ ગયો.