ચારૂસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) દ્વારા મહિલા સાહસિકોને મદદ કરવાની દિશામાં નક્કર પગલું
ચારૂસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) દ્વારા મહિલા સાહસિકોને મદદ કરવાની દિશામાં નક્કર પગલું
લજ્જા-વિમેન્સ ફોરમ સાથે એમ.ઓ.યુ
ચાંગા
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) એ મહિલા સાહસિકોને સાચા અર્થમાં વિકાસ કરવામાં મદદ કરવાની દિશામાં એક નક્કર પગલું ભર્યું છે. ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) એ 1લી એપ્રિલ, 2023 ના રોજ મહિલા ઉદ્યોગસાહસિકતાને સંયુક્ત રીતે પ્રોત્સાહન આપવા અને મહિલા સાહસિકોના આર્થિક વિકાસના માર્ગો શોધવા માટે લજ્જા- વિમેન્સ ફોરમ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) અને લજ્જા - વિમેન્સ ફોરમ સાથે એમઓયુ કરવાના હેતુઓમાં ગતિ વૃદ્ધિ માટે મહિલા સાહસિકોને આકર્ષવા, મહિલા સાહસિકોને સશક્ત કરવા, મહિલા સાહસિકો માટે ઇકોસિસ્ટમ બનાવવી, ચારુસેટ યુનિવર્સિટીના વિમેન ડેવલપમેન્ટ સેલ (WDC)ને મજબૂત કરવાના હેતુઓનો સમાવેશ થાય છે.
ચારુસેટ અને લજ્જા - વિમેન્સ ફોરમ વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર કરવાનું આયોજન ચારુસેટ ઈનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) ના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સ્વાતિ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન CIVFના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સ્વાતિ જોશી, ચારુસેટ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લીકેશન્સના ઇન્ચાર્જ ડીન અને WDCના કો-ઓર્ડિનેટર ડો. સંસ્કૃતિ પટેલ, CSPITના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને WDCના કો-ઓર્ડિનેટર પિનલ પટેલ ઉપરાંત લજ્જા - વિમેન્સ ફોરમના સ્થાપક ડો. રિદ્ધિ દોશી પટેલ અને લજ્જા - વિમેન્સ ફોરમના ગુજરાતના વડા પ્રીતિ ઠક્કર હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે લજ્જા - વિમેન્સ ફોરમ એ સમગ્ર દેશમાં 69 હજારથી વધારે મહિલાઓનું નેટવર્ક ધરાવતું મહિલા પ્લેટફોર્મ છે. લજ્જા - વિમેન્સ ફોરમ એ ભારતનું પ્રથમ પ્લેટફોર્મ છે જે મહિલાઓની વૃદ્ધિ, વિકાસ અને સ્વ-સશક્તિકરણ પ્રત્યે સતત કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં લગભગ 20 ટકા MSMEsની માલિકી મહિલા ઉદ્યોગસાહસિકો પાસે છે જે પુરૂષ સાહસિકોની તુલનામાં ખૂબ ઓછી છે. આથી CIVF મહિલા સાહસિકો, સૂક્ષ્મ સાહસિકો અને વિવિધ વિકલાંગ સાહસિકોના ગતિ વૃધ્ધિ અને સશક્તિકરણ માટે ઇકોસિસ્ટમ બનાવવા સતત પ્રયત્નશીલ છે. ચારુસેટ હંમેશા “સર્વેષાન્હિતાય” માં માને છે અને અમારા કાર્યો અમારી માન્યતાઓ સાથે સુસંગત છે.