ચારૂસેટ કેમ્પસમાં રૂ. 8 કરોડના ખર્ચે 4 માળના અત્યાધુનિક ‘મલ્ટીપલ યુટિલિટી કોમ્પ્લેક્સ’ નું નિર્માણ થશે
ચારૂસેટ કેમ્પસમાં ‘મલ્ટીપલ યુટિલિટી કોમ્પ્લેક્સ’નું ભૂમિપૂજન
રૂ. 8 કરોડના ખર્ચે 4 માળના અત્યાધુનિક ‘મલ્ટીપલ યુટિલિટી કોમ્પ્લેક્સ’ નું નિર્માણ થશે
ચાંગા
શૈક્ષણિક ક્ષેત્રે વિખ્યાત A+ ગ્રેડ ધરાવતી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ યુનિવર્સિટી) દ્વારા નવતર પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા સંચાલિત ચારૂસેટ યુનિવર્સિટીમાં અત્યાધુનિક ‘મલ્ટીપલ યુટિલિટી કોમ્પ્લેક્સ’ નું નિર્માણ કરવામાં આવશે. ચારૂસેટ કેમ્પસમાં 19મી મે, શુક્રવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ અગ્રણી દાતા-ચીફ પેટ્રન મનુભાઈ પી. ડી. પટેલ (પીપળાવ/દુબઈ) અને અગ્રણી દાતા ડો. હરીશભાઇ આર. પટેલ (ભાદરણ/USA)ના હસ્તે ‘મલ્ટીપલ યુટિલિટી કોમ્પ્લેક્સ’ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેળવણી મંડળ અને ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્ર પટેલ, માતૃસંસ્થા-CHRFના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ-CHRFના મંત્રી ડો. એમ. સી. પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, કેળવણી મંડળના સહમંત્રી અને સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, કેળવણી મંડળના ખજાનચી શ્રી ગિરીશભાઈ પટેલ, ઇન્ટરનલ ઓડિટર શ્રી બિપિનભાઈ પટેલ, CHRFના ઉપપ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી એન. એમ. પટેલ, દિલીપભાઈ આર. પટેલ, એડવાઈઝર ડો. બી. જી. પટેલ, પલ્લવીબેન પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, જગાજી કન્સ્ટ્રક્શન પરિવારના અનિલભાઈ પટેલ અને સુરેશભાઇ પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળ, યુનિવર્સિટી, CHRFના વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ, વિવિધ વિભાગોના ડીન, પ્રિન્સિપાલ, વિવિધ વિભાગોના વડાઓ, એસ્ટેટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રૂ. 8 કરોડના ખર્ચે મલ્ટી યુટિલિટી કોમ્પ્લેક્સ લગભગ 1200 ચોરસ મીટર જમીન પર આકાર પામશે. કુલ 4 માળનું મલ્ટી યુટિલિટી કોમ્પ્લેક્સ સંપૂર્ણ એરકંડિશન બનશે જેમાં મુલાકાતીઓ માટે વેઇટિંગ લોન્જ સાથે રિસેપ્શન એરિયા, અખબારો-સામયિકો વાંચવાની સુવિધા, ડેપ્યુટી રજીસ્ટ્રાર ઓફિસ, સ્ટુડન્ટ અફેર્સ ડીન ઓફિસ, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, 50 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ રૂમ, 50 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો ઓડિયો-વીડિયો રૂમ, 50 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો સેમિનાર હૉલ, ઝેરોક્સ મશીન સાથે ડિજિટલ લૉકર રૂમ, ડેટા સ્ટોરેજ રૂમ તેમજ ચારુસેટ ઇનોવેશન એન્ડ વેન્ચર ફાઉન્ડેશન (CIVF), એન્ટરપ્રિન્યોરશિપ ડેવપલમેન્ટ એન્ડ ઈન્ક્યુબેશન સેલ (EDIC), ઈ-ગવર્નન્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સેલ (ISC)ની ઓફિસોનું નિર્માણ થશે.
પરીક્ષાઓ લેવા માટે 1260 વિદ્યાર્થીઓ માટે બે માળનો યુનિવર્સિટીનો એક્ઝામિનેશન હૉલ તૈયાર થશે જેમાં દરેક માળ પર 630 વિદ્યાર્થીઓની બેસવાની ક્ષમતા હશે જયારે ત્રીજા માળે યુનિવર્સિટીનું એક્ઝામિનેશન સેક્શન અને એક્ઝામિનેશન એસેસમેન્ટ હૉલ તૈયાર થશે.
આ ઉપરાંત 80 પર્સનલ કોમ્પ્યુટર સાથે કોમ્પ્યુટર સેન્ટરનું પણ નિર્માણ થશે. 24 X 7 વીજપુરવઠો અને જનરેટર સુવિધા, ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને લિફ્ટની સુવિધા, 24 X 7 સિક્યુરિટી સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવશે.
‘મલ્ટીપલ યુટિલિટી કોમ્પ્લેક્સ’ ની વિશેષતા
રૂ. 8 કરોડનો ખર્ચ
1200 ચોરસ મીટર જમીન
કુલ 4 માળનું સંપૂર્ણ એરકંડિશન કોમ્પ્લેક્સ
મુલાકાતીઓ માટે વેઇટિંગ લોન્જ સાથે રિસેપ્શન એરિયા,
ડેપ્યુટી રજીસ્ટ્રાર ઓફિસ, સ્ટુડન્ટ અફેર્સ ડીન ઓફિસ
કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ
50 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ રૂમ
50 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો ઓડિયો-વીડિયો રૂમ
50 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો સેમિનાર હૉલ
ઝેરોક્સ મશીન સાથે ડિજિટલ લૉકર રૂમ, ડેટા સ્ટોરેજ રૂમ
ચારુસેટ ઇનોવેશન એન્ડ વેન્ચર ફાઉન્ડેશન (CIVF), એન્ટરપ્રિન્યોરશિપ ડેવપલમેન્ટ એન્ડ ઈન્ક્યુબેશન સેલ (EDIC), ઈ-ગવર્નન્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સેલ (ISC)ની ઓફિસો
1260 વિદ્યાર્થીઓ માટે બે માળનો યુનિવર્સિટીનો એક્ઝામિનેશન હૉલ, યુનિવર્સિટીનું એક્ઝામિનેશન સેક્શન અને એક્ઝામિનેશન એસેસમેન્ટ હૉલ
80 પર્સનલ કોમ્પ્યુટર સાથે કોમ્પ્યુટર સેન્ટર
24 X 7 વીજપુરવઠો અને જનરેટર
ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને લિફ્ટ
24 X 7 સિક્યુરિટી સર્વિસ