ઉમરેઠ બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારનો ઝંઝાવતી પ્રચાર
ઉમરેઠ બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારનો ઝંઝાવતી પ્રચાર
શીલી,ખોરવાડ, અને ધોળી ગામમાં પ્રચંડ આવકાર
આણંદ
શિક્ષિત, પ્રમાણિક અને નિષ્ઠાવાનની છાપ ધરાવતા 111 ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના લોક લાડીલા અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર ઉર્ફે બી.યુ પરમારે ઉમરેઠ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન તેજ બનાવ્યો છે અનેક ગામડાઓમાં ઠેર ઠેર તેમને વ્યાપક પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે.
આજે શનિવારના રોજ યુવાનો અને ખેડૂતોના હમદર્દ એવા બળદેવસિંહ પરમારે પોતાના સમર્થકો મિત્રો અને સગા સંબંધીઓ સાથે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના શીલી, ખોરવાડ અને ધોળી સહિતના ગ્રામ્ય અને પરા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું. ધોળી ગામમાં તેમણે રામદેવપીર મહારાજના મંદિરમાં દર્શન કરીને પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો ત્યારબાદ ખોરવાડ ગામમાં એક જાહેર સભા યોજી હતી. સભામાં ગામના તમામ લોકોએ તેમને સમર્થન જાહેર કર્યું હતું પ્રચાર દરમિયાન ઉમરેઠ મત વિસ્તારના આ ગામડાઓમાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. તેઓ નિવૃત્ત ક્લાસ વન અધિકારી હોય ઉપરાંત ખેડૂતોના માર્ગદર્શક હોવાના કારણે તેમને ગામડે ગામડે પ્રચંડ આવકાર મળી રહ્યો છે.