IMG-20221123-WA0072

ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારની યુવાવર્ગ સહિત ખેડૂતોમાં પણ અનેરી લોકચાહના

ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારની યુવાવર્ગ સહિત ખેડૂતોમાં પણ અનેરી લોકચાહના 

ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને  ગામડે ગામડે પ્રચંડ આવકાર 

ઉમરેઠ પંથકના ખેડૂતો પણ તેમના પ્રચાર અભિયાનમાં ઉત્સાહ અને આનંદભેર જોડાઇ ગયા હોવાના અહેવાલ

આણંદ 
ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમારને  ગામડે ગામડે પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે
નિવૃત્ત બાગાયત અધિકારી બળદેવસિંહ ઉદેસિંહ પરમાર ઉર્ફે બી.યુ. પરમાર એક ખેડૂત પુત્ર છે. પોતાની ફરજ દરમિયાન અને નિવૃત્તિના સમય બાદ પણ તેઓએ હર હંમેશા ખેડૂતોની ચિંતા કરી છે. હર હંમેશા ખેડૂતોના સીધા સંપર્કમાં રહીને ખેડૂતોને રાજ્ય સરકારની ખેતી વિષયક યોજનાની જાણકારી અને લાભોથી માહિતગાર કર્યા છે. તેઓએ માત્ર આણંદ જિલ્લામાં નહીં પરંતુ રાજ્યભરના છેવાડા વિસ્તારના ખેડૂતોથી લઇ બાગાયત, ખેતીવાડી, પશુપાલન અને કૃષિ યુનિવર્સિટી એમ દરેક એકમ સાથે જીવન સંપર્કમાં રહી કામ કર્યું છે અને કરતા રહે છે. તેઓના માર્ગદર્શન હેઠળ રાજ્યના બાગાયત ખાતાના વિકાસને પણ વેગ મળેલ છે. તેમની આ વિશેષ કામગીરીથી બાગાયત વિભાગ દ્વારા પણ તેમનું અનેક વખત સન્માન કરાયું છે. યુવાવર્ગ સહિત ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ધરતીપુત્રો અર્થાત ખેડૂતોમાં પણ તેઓની અનેરી લોકચાહના છે.  ચૂંટણી પ્રચાર દરમિયાન મત વિસ્તારના અનેક ગામડાંઓમાં તેમને પ્રચંડ આવકાર મળી રહ્યાો છે. બી. યુ. પરમાર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હૈ...ના સુર સાથે ઉમરેઠ પંથકના ખેડૂતો પણ  તેમના પ્રચાર અભિયાનમાં ઉત્સાહ અને આનંદભેર જોડાઇ ગયા હોવાના અહેવાલ મળ્યા છે. અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ પરમાર જંગી બહુમતીથી વિજય થશે તો તેઓ ઉમરેઠ મત વિસ્તારનો અને સમગ્ર જનતાનો વિકાસ કરશે તેઓ આશાવાદ સૌ નિહાળી રહ્યા છે.