vlcsnap-2022-05-17-14h42m44s779-1

આણંદ જિલ્લા આર.ટી.ઓ કચેરીને વર્ષ દરમિયાન રૂ. ૯૨.૭૧ કરોડની આવક

આણંદ જિલ્લા આર.ટી. કચેરીને વર્ષ દરમિયાન રૂ. ૯૨.૭૧ કરોડની આવક

આણંદ, 

આણંદ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન વિવિધ કામગીરીની ફી-ટેક્ષ મારફતે કુલ રૂ. ૯૨.૭૧ કરોડની આવક થયેલ છે. 

એ.આર.ટી.ઓ. કચેરીને વર્ષ દરમિયાન થયેલ આવકમાં ન્યુ રજીસ્ટ્રેશન, એનફોર્સમેન્ટ, ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોના ટેક્ષ તેમજ વાહન અને ડ્રાઇવીંગ લાયસન્સની કામગીરીને લગતી તમામ ફીનો સમાવેશ થાય છે.

ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોના ટેક્ષની આવક રૂ. ૭૬.૦૮ કરોડ, એન્ફોર્સમેન્ટ (ડી.એ.) ની રૂા.૧.૧૫ કરોડ, વાહન સંબંધિત રીસપ્ટ ફીની રૂા.૯.૫૧ કરોડ તથા અન્ય ફીની આવક પેટે રૂ. ૫.૯૭ કરોડ એમ કુલ રૂા.૯૨.૭૧ કરોડની આવક થઈ હોવાનું આણંદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયું છે.

*****