આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલનું આ વર્ષે દિવાળી પહેલા ખાતમુહૂર્ત થશે :- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલનું આ વર્ષે દિવાળી પહેલા ખાતમુહૂર્ત થશે :- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
વર્ષ ૨૦૨૫ સુધીમાં ૩૦૦ થી વધુ બેડ સાથેની અત્યાધુનિક આણંદ સિવિલ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કાર્યરત થશે
આણંદ
ગુજરાત વિધાનસભામાં આણંદ જિલ્લામાં સરકારી સિવિલ હોસ્પિટલની સ્થિતિ અંગેના પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નિર્માણ માટે જમીન ફાળવણી કરવામાં આવી છે.હોસ્પિટલની કામગીરી શરૂ કરવા જમીન સમથળ બનાવવા માટે વેલ્યુએશન પણ કરવામાં આવી છે..
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની દિવાળી પહેલા આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે..
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આણંદ જીલ્લા ખાતે જીલ્લા કક્ષાની નવી હોસ્પિટલ બનાવવા માર્ચ-૨૦૨૩માં ટેન્ડર બહાર પાડવાનુ આયોજન પી.આઇ.યુ.ગાંધીનગર દ્રારા કરવામાં આવ્યું છે.. આ નવીન સિવિલ હોસ્પિટલ એલોપેથીની સારવાર માટે ૨૮૮ બેડ તથા આયુર્વેદીક સારવાર માટે ૫૦ બેડ સહિતની અતિ આધુનિક હોસ્પિટલ હશે.
વર્ષ ૨૦૨૫ સુધીમાં આણંદ સિવિલ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કાર્યરત બનશે તેમ આરોગ્ય મંત્રી શ્રીએ ભારપૂર્વક જણાવ્યું છે..
............