કોંગ્રેસ પર ભડક્યા અમિત શાહ:ખંભાતમાં કોંગ્રેસને પેસવા ના દેશો, ખંભાતમાંથી કોંગ્રેસને સાફ કરી નાખજો
કોંગ્રેસ પર ભડક્યા અમિત શાહ:ખંભાતમાં કોંગ્રેસને પેસવા ના દેશો,ખંભાતમાંથી કોંગ્રેસને સાફ કરી નાખજો
ખંભાતમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનુ જનસભાને સંબોધન
અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
ભાજપના ઉમેદવાર મયુર રાવલને જીતાડવા સહુને હાથ ઊંચા કરાવી સંકલ્પ લેવડાવ્યો
ખંભાત
ગુજરાતની સાથે સાથે ચરોતરમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ખંભાતમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.ત્રિપલ તલ્લાક, રામ મંદિર સહિતના મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને જણાવ્યું હતું કે,"અમે કોઇથી ડરતા નથી.દબાણો ફરી થવા નહિ જ દઈએ.ખંભાતીઓ એ બરાબર જાણે છે.ભારતીય જનતા પાર્ટી સાફસફાઈ ચાલુ રાખશે.ખંભાતીઓએ પણ કોઈનાથી નહી ડરવાનું.કોંગ્રેસને અહી પેસવા ના દેશો."ભાજપના ઉમેદવાર મયુર રાવલને જીતાડવા સહુને હાથ ઊંચા કરાવી સંકલ્પ લેવડાવ્યો હતો.
કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યું હતું કે,ભાજપ સરકારે સ્ટેચ્યું ઓફ યુનિટિ બનાવી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી છે,કોંગ્રેસ સરદાર સાહેબનું નામ લેતા ડરે છે.કોંગ્રેસે 370ની કલમ ક્યારેય હટાવતી ન હતી, કેમ કે તેઓને વોટ બેંક બચાવવી હતી.તો શું અમે ખોટું કર્યું?આજે કાશ્મીર ભારતની શાન બન્યું છે.વિરોધીઓ કહેતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે,પણ યાદ રાખજો ભાજપ વોટ બેન્કથી નથી ડરતું.અમારી સરકારે કલમ 370 હટાવી કાશ્મીરને મુક્ત કર્યું છે.
અમારી સરકારે કલમ 370 હટાવી કાશ્મીરને મુક્ત કર્યું છે
એક સમયે અંબાજી મંદિર કેવુ હતુ એ આપ સૌ જાણો છો, જ્યારે આજે ભાજપ સરકારમાં અંબાજીમાં ભવ્ય સુવીધાઓથી સમર્ધ બન્યુ છે.આજે અહિં દેશ-વિદેશમાંથી પર્યટકો પધારી રહ્યાં છે.રાહુલ ગાંધી રામ મંદિરને લઈ ભાજપને ટોણા મારતા હતા.રામ મંદિરના નિર્માણમાં પણ કોંગ્રેસને વોટ બેન્કનો ડર હતો.1 જાન્યુઆરી 2024 સુધીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર જોવા મળશે.તમે સહુ મુલાકાત લઇ આવજો.
10 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી, પાકિસ્તાનની રોજ આલીયા, માલિયા અને જમાલીયા ઘૂસી જતા હતા.નરેન્દ્ર મોદીની સરકાર આવી, તે દરમિયાન પુલવામાંમા અને ઉરીમાં હુમલો થયો એના થોડા દિવસમાં જ મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરી.સર્જિકલ સ્ટ્રાઈકથી પીએમ મોદીએ વિશ્વભરમાં સંદેશો આપ્યો.નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ સૌથી પહેલા સરદાર સરોવરનું કામ હાથમાં લીધુ. નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર ભારતના તમામ આસ્થાના કેન્દ્રની કાયાપલટ કરી દિધી છે.
એક સમયે 365 દિવસમાંથી 265 દિવસ સુધી ગુજરાતમાં કરફ્યૂં રહેતો હતો આજે નાના બાળકોને કરફ્યૂ શું છે તે જ ખબર નથી.
ટ્રિપલ તલાક મોદી સરકારે હટાવ્યું તો પણ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું.શું માં બેન દીકરીઓ માટે કાયદો બનાવવો ગુનો છે?બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો સાફ કરી દેવાયા એ કામ ખોટું કર્યું?ભાજપ સરકાર સારૂ કામ કરે છે તે કોંગ્રેસને ગમતું નથી.યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને વતનમાં સુરક્ષીત લાવવામાં આવ્યાં છે. એક સમયે 365 દિવસમાંથી 265 દિવસ સુધી ગુજરાતમાં કરફ્યૂં રહેતો હતો આજે નાના બાળકોને કરફ્યૂ શું છે તે જ ખબર નથી. ગુજરાતમાં રોજ બરોજ રમખાણો થતાં હતા તે સમાપ્ત થઇ ગયા છે.ભાજપની સરકાર આવી અને 20 વર્ષમાં ક્યારેય કરફ્યૂ નથી લગવવો પડ્યો.
ભાજપના રાજમાં 24 કલાક વીજળી આવતી થઈ.કોંગ્રેસ ના રાજમાં માંડ ૪ કલાક વીજળી મળતી હતી
ગુજરાતમાં ઘર ઘર સુધી પાણી પહોંચ્યું છે.ભાજપના રાજમાં 24 કલાક વીજળી આવતી થઈ.કોંગ્રેસ ના રાજમાં માંડ ૪ કલાક વીજળી મળતી હતી.જુના વડીલોને પૂછી જોજો કે અમે ૨૪ કલાક વીજળી લાવ્યા કે નહિ.કોંગ્રેસની ચાર પેઢી શાસનમાં રહી પણ ગરીબી ન હટાવી શક્યા.કોંગ્રેસ નહી અમે ગરીબોના સાચા બેલી છીએ.