IMG-20221123-WA0073

નિવૃત ક્લાસ વન અધિકારીએ સમાજ સેવા અને પ્રજાલક્ષી કામો માટે રાજકારણમાં ઝંપલાવ્યું

નિવૃત ક્લાસ વન અધિકારીએ સમાજ સેવાની સાથે સાથે પ્રજાલક્ષી કામો માટે  રાજકારણમાં ઝંપલાવ્યું

હાલ તેઓ 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે

ઉમરેઠ પંથકમાં તેમને ઠેર ઠેર પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે 

ઉમરેઠ પંથકના ખોરંભે પડેલા વિકાસને વેગવંતો બનાવીશઃ અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ ઉદેસિંહ પરમાર


આણંદ ટુડે | આણંદ

111- ઉમરેઠ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ ઉદેસિંહ પરમાર ઉર્ફે બી.યુ.પરમાર નિવૃત ક્લાસ વન અધિકારી છે. તેઓએ સમાજ સેવા અને પ્રજાલક્ષી કામો માટે  રાજકારણમાં ઝંપલાવ્યું છે.ઉમરેઠ પંથકમાં તેમને ઠેર ઠેર પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે
ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના અપક્ષ ઉમેદવાર બળદેવસિંહ ઉદેસિંહ પરમાર ઉર્ફે બી.યુ. પરમાર ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજ અને તાલુકાના તમામ ખેડૂતો પર મજબૂત પકડ ધરાવે છે. એમ.એસ.સી.અગ્રિકલચર સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલો છે તથા જનતાનાં પ્રશ્નો તથા હિતનું રક્ષણ કરવા માટે સતત તત્પર હોવાની સાથે સ્વચ્છ અને નિઃસ્વાર્થ, ચરિત્ર અને ચારિત્રની છબી ધરાવતો ચહેરો છે.
સમગ્ર પંથકમાં ગ્રામજનોમાં અને સર્વસમાજમાં પોતાનું આગવું સ્થાન ધરાવતો સ્વચ્છ ચહેરો, ભાજપ સાથે ઘણા સમયથી પરોક્ષ રીતે જોડાયેલ અને ગુજરાત સરકારમાં રહી સરકારની યોજનાઓની ગામે ગામની સાથે સાથે દેશ - વિદેશમાં પણ અમલીકરણ કરાવનારા અધિકારી તરીકે પ્રથમ હરોળમાં તેમનું નામ ચર્ચાતું રહેતું. નાનામાં નાના અને દરેક વ્યક્તિઓમાં પરિચિત સ્વચ્છ ચેહરો ધરાવતા હોવાથી પહેલેથી જ મતદારોમાં મજબૂત પકડ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
વધુમાં બી.યુ પરમાર આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ૯ વર્ષ ૭ માસ જેટલી સેવાઓ દરમિયાન શિક્ષણક્ષેત્રે ઉત્તમ કામગીરી બજાવી હતી. સેવાકાળ દરમ્યાન તેમના ખેડૂત માટે ઉપયોગી એવા ૨૬ જેટલા લેખો મેગેઝીનોમાં પ્રસિધ્ધ થયા હતા. ઉપરાંત ૯ જેટલા રિસર્ચ પેપરોને પણ બહોળો પ્રતિભાવ મળ્યો હતો.
શિક્ષણના ઊંડાણ સુધી પહોંચવા માટે બળદેવસિંહે પરમારે સહેજ પણ કચાસ રાખી નથી. પટના, બેંગલોર અને લખનૌથી તેમણે રાષ્ટ્રિય તાંત્રિક તાલીમ મેળવી કૃષિ બાગાયત અંગેની કામગીરી દીપાવી હતી. શ્રી બળદેવસિંહ પરમારની કૃષિ યુનિ. ની આણંદ ખાતેની ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કૃષિ (બાગાયત)ની પદવીમાં અને નોકરીમાં તેમના એમ.એસ.સી. (એગ્રી.) બાગાચતના ગુરુજન ડૉ. કે.પી. કિકાણીનો માર્ગદર્શન આપવામાં અને કારર્કિદી ઘડવામાં સિંહ ફાળો રહેલ છે, (બાગાયત ક્ષેત્રના બહોળા અનુભવને વધુ ગતિમાન કરવા તેમણે ૧૯૯૯માં જાહેર સેવા આયોગની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શ્રી બળદેવસિંહ પરમાર વર્ગ-૧ અધિકારી બન્યા. તેમની નિયુક્તિ નાયબ બાગાયત નિયામક (વર્ગ-૧) તરીકે નવસારી ખાતે કરી. ૧૯૯૯ થી ૨૦૦૯ સુધી બળદેવસિંહ પરમારે નવસારી, ભૂજ, વડોદરા અને ગાંધીનગર ખાતે નાયબ બાગાયત નિયામક તરીકે ફરજો બજાવેલ હતી
ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપી ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાની રીત રસમો સમજાવવમાં તેઓ અગ્રેસર હોવાથી તેમજ ૧૦ વર્ષનો વર્ગ- ૧ અધિકારી તરીકેનો બહોળો અનુભવ લક્ષમાં રાખી રાજ્ય સરકારે તેઓની બઢતી આપીને ૨૦૦૯ના જૂન માસમાં સંયુક્ત બાગાયત નિયામક (સુપર ક્લાસ-૧) તરીકે નિયુક્ત વડી કચેરી ગાંધીનગર ખાતે જ તેઓને બઢતી મળી અને ગાંધીનગર ખાતે સંયુક્ત બાગાયત નિયામક (વહીવટ) તરીકે ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ પ્રાદેશિક વડોદરા વિભાગના વડા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. (વડોદરા વિભાગમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના મળી ૨૧ જિલ્લાઓનો સમાવેશ થાય છે.) પંદર વર્ષની રાજય સરકારની (વર્ગ-૧)ની નોકરી દરમ્યાન તેઓએ અંદાજે જુદા જુદા રાજ્યોમાંથી ૩૨ જેટલી તાંત્રિક તથા કોમ્પ્યુટરને લગતી તાલીમો મેળવેલી હતી તેમજ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર પરથી ૨૫ થી ૩૦ જેટલા બાગાયતલક્ષી કાર્યક્રમો ફોન ઈન લાઈવ ટેલીકાસ્ટ પણ કરેલા છે. ૧૦ થી ૧૫ જેટલી બાગાયત બુક્સ અને બુકલેટ તેમના નામે પ્રકાશિત થયેલ છે. તેઓના પ્રચંડ પુરુષાર્થ અને સિદ્ધિઓની વાતો બાદ હવે તેમની સમાજલક્ષી પ્રવૃત્તિઓને જાણીએ. બળદેવસિંહ સામરખા-ત્રણોલ વિસ્તારનાં ૧૨ પરાંને આવરી લેતી સંસ્થા જીવનદીપ સમાજસેવા ટ્રસ્ટના ખજાનચી તથા સભ્ય તરીકે સેવાઓ આપી રહેલ છે. ૧૯૯૦ થી ૧૯૯૯ સુધી તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવાની કામગીરી પણ કરેલી છે . ઘણા પૂર્વ વિદ્યાર્થીઓ હાલ સારી કારકીર્દિ ધરાવે છે. તથા વર્ગ-૧ અને વર્ગ-૨ જેવી સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજો  બજાવ્યા બાદ નિવૃત થઈ સમાજ સેવામાં ઝંપલાવ્યું અને હવે બ તેમણે સમાજ સેવાની સાથે સાથે પ્રજાલક્ષી કામો માટે  રાજકારણમાં ઝંપલાવ્યું છે. હાલ તેઓ 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તાલુકા પંથકમાં ઠેર ઠેર તેમને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે.